Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ સપ્તમ પલ્લવ. 285 નહિ, અગર તે તેની બુદ્ધિ અટકતી નહિ. તેણે ચારે પ્રકારની બુદ્ધિમાં પ્રવીણ હતી, પણ તેમાં આલંબન વગરજ સાધી શકાય તેવી ઔપાતિકી બુદ્ધિમાં તે તેણી અતિશય કુશળ હતી, તેથી અભિમાનવડે તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે “જેનું કહેલું 'હું ન સમજી શકું, અને મારું કહેલું જે સર્વ સમજી શકે, તેજ મહાપુરૂષને મારે ભર્તાર તરીકે સ્વીકારે.” આ પ્રમાણેની તે કુમારીએ કરેલી પ્રતિજ્ઞાની વાર્તા આખા નગરમાં અને ગામડામાં વિસ્તાર પામી ગઈ. આ વાત સર્વત્ર ફેલાવાની જે થડા ઘણા પણ શબ્દ, છંદ,અલંકારાદિક શાસ્ત્રાભ્યાસથી પિતાના બુદ્ધિકૌશલ્યની મહત્વતા સમજનારા હતા, તેવા રાજપુત્રાદિ ગર્વપૂર્વક અમારી પાસે તે કણ માત્ર છે?' એમ અભિમાન ધારણ કરતા સતા તેને પરણવાને માટે ઉક્ત થઈને ઉત્સાહપૂર્વક સરસ્વતી પાસે આવવા લાગ્યા અને પિતાને જે જે ગૂઢ સમશ્યા વિગેરે આવડતી હતી તે તે પૂછવા લાગ્યા. આ સર્વેનું હાર્દ તે મંત્રીપુત્રી ઉત્તમ રીતે તરતજ કહેવા લાગી, કોઈની પૃચ્છામાં તે 'ખલના પામી નહિ. આ પ્રમાણે તેને પરણવાના ઉત્સાહવાળા અનેક પુરૂષ પિતાના હૃદયમાં કલ્પેલી અનેક પ્રકારની સમશ્યાઓ પૂછવા દરરોજ આવતા હતા, પરંતુ તે કન્યા સાંભળવા માત્રથી તરતજ તેને ઉત્તર આપતી હતી, તેથી તે બધા વિલખા થઈને પાછા જતા હતા. હવે એક દિવસે તે મંત્રીપુત્રી સરસ્વતીએ " પિતાની બુદ્ધિનું કૌશલ્ય દેખાડવાની ઈચ્છાથી રાજાને સાક્ષી રાખીને સર્વ પંડિતમને આ પ્રમાણે બે શ્લેકે પૂછયા - (પ્રશ્ન-૧) iામાં ચિત્તે રાન-મેનિન માવિના दावाऽहो ! नरकं याति, प्रतिग्राही न जीवति //