Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 284 ધૂન્યકુમાર, ચરિત્ર. દેખીને આયરસથી ભરેલા રાજાદિક અને પરજને તેના વખાણ કરવા લાગ્યા–અહ! આની ગીતકળામાં કુશળતા કેવી છે? અહો! આની ધીરજ કેવી છે ! અહા ! આનું સૌભાગ્ય કેવું છે! કોઈ વખત નહિ જોયેલે અને સાંભળેલે મૃગ તથા મનુષ્યને મેળાપ નિઃશંક રીતે આ મહી પુરૂષે કરાવ્યું અને દેખાડ્યો. “બહુ રત્ના વસુંધરા” એવું લેકવાક્ય આ મહાપુરૂષે સાર્થક કરી બતાવ્યું. આ રાજકુમારી પણ પૂર્ણ ભાગ્યશાળી છે, કે જેની આવી મહા - પ્રતિજ્ઞા તેના મને રથને અનુકૂળ રીતે આ સજજને પૂર્ણ કરી. " વિધિવડે આ પ્રમાણે યોગ્ય રીતે ગોઠવાયેલું દપતીનું યુગળ લાંબો કાળ આનંદ પામે. આ પ્રમાણે રાજા, અમાત્ય વિગેરે / લેકેથી પ્રશંસા કરાયેલા અને અભિનંદન અપાયેલા ધન્યકુમારના કંઠમાં તરત જ તે કન્યાએ વરમાળા આરે પણ કરી અને પૂર્ણ પ્રતિજ્ઞાવાળી થયેલી તે કન્યાને રાજાએ હર્ષપૂર્વક તિલક કરીને 2 ધન્યકુમારને આપી. શુભ દિવસે અને શુભ મુહૂતે તેમના પાણિ ગ્રહણનો મહત્સવ થા. કરમેચનના સમયે રાજાએ સેંકડો | હાથી, ઘોડા, રથ, ગ્રામ વિગેરે આપ્યા. ત્યાર પછી જિતારિ ગૃપના આગ્રહથી પોતાના ઉત્તમ ગુણવડે સર્વનાં ચિત્તને આશ્ચર્ય પમા- ડતા ધનસર શ્રેણીના સુપુત્ર ધન્યÆાર કેટલાક દિવસો તેનગરમાં રાજાએ આપેલા આવાસમાં રહ્યા. છે હવે તે નગરમાં તે રાજાના સુબુદ્ધિ નામના મંત્રીની , સરસ્વતી નામે પુત્રી હતી. તે સરસ્વતીની જેવી જ સર્વ વિદ્યાઓનાં હાર્દને સમજનારી અને ગ્રહણ કરનારી હતી. તેની બુદ્ધિ સર્વ - પ્રહેલિકાઓમાં, ગૂઢ પ્રશ્નોત્તરોમાં, સાંકેતિક સમશ્યાઓની પૂર્તિ કરવામાં બહુ સારી ચાલતી હતી. કેઈ સ્થળે તેને પ્રમાદ થત