Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 226 ધન્યકુમાર ચરિત્ર. બહુજે કેમી હેવાથી વ્યાપારીઓ અને અન્ય રહેવાવાળાઓ ખાસ ખેંચાઈને રહેવા આવ્યા હતા અને અન્ય અન્યની હરીફાઈથી તરતમાંજ આવીને હર્ષ પૂર્વક ત્યાં વસ્યા હતા. આ પૂરમાં ધન્યકુમારની પ્રભુતા તે નિશ્ચળ થયેલી હતી. ઉપરાંત વ્યાપારાદિક વ્યવસાયમાં કુશળ હેવાથી ભાગ્યના ભંડીર એવા ધન્યકુમારે મહા પુણ્ય પ્રભાવથી થોડા વખતમાંજ કરોડો રૂપિયા મેળવ્યા. તેનગર અન્ય રાજના, ચેરના તથા અન્ય વ્યાધિવિગેરે ઉપદ્રથી રહિત હતું, તેથી તે નગરમાં વ્યાપારમાં ઘણી સરલતા હતી તથા લાભ ઘણે મળતા હતા, તેથી થોડા વખતમાંજ બહુ મનુષ્યો ત્યાં વેસવા આવ્યા. ઘણા મનુષ્યના નિવાસથી વસતી વધી જવાને લીધે લકોને પાણી મળવું મુશ્કેલ થઈ પડ્યું, તેથી ત્યાં વસનારા લેકો 'પરરપ બેલવા લાગ્યાઆ નગરમાં બીજું બધું તે સુખ છે, પણ મેટા જળાશય વિના પાણીની પીડા મટે તેમ નથી. આ પ્રમાણેની લેકોક્તિ ચરપુરૂષ પાસેથી સાંભળીને લેકના સુખ માટે ધન્યકુમારે સારા મુહૂર્તને દિવસે એક મોટું સરોવર ખેદાવવાને પ્રારંભ કર્યો. સેંકડો કામ કરનારા સરોવર ખોદવાના ઉદ્યમમાં લાગી ગયા અને તેની ઉપર દેખરેખ રાખનારા રાજસેવકો તાકીદે ખોદવા માટે તેમને પ્રેરણા કરવા લાગ્યા. ) . હવે ધન્યકુમાર સ્વબંધુઓના કળથી તથા ઈષ્યભાવથી કંટાળી જઈને પિતાને ઘેરથી નીકળે ત્યારથી જ સૂર્ય અસ્ત થતાં દિવસની શેભા ચાલી જાય તેમ તેની સમસ્ત લક્ષ્મી પણ ત્વરાથી, ચાલી ગઈ. એટલે તેનું ઘર બધું લક્ષ્મી રહિત શોભા વિનાનું થઈ ગયું. ધન્યકુમાર ચાલ્યા ગયાની તથા લક્ષ્મીને નાશ થવાની હકીકત શ્રેણિક મહારાજે સાંભળી, એટલે તેઓ બહુ કે પાકુળ થયા