Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ષષ્ઠ પલ્લવ. 243 ' જે કોઈ અતિ સ્વચ્છ અંતકરણવાળે મહા પુરૂષ હોય તે પણ ક્ષુધાથી દુબળ થાય છે ત્યારે બીજાનું આધીનપણું શેધે છે; જેવી રીતે ક્ષીણ થયેલ બીજને ચંદ્રમા પણ પ્રજાએ આપેલ તતુને શેધે છે. ત્યારપછી ધન્યકુમાર સર્વ મજુરોને અને પિતા, બંધુ વિગેરેને સવિશેષ સત્કારીને દેવના નિર્દયપણાને અંતઃકર માં નિંદતા પિતાના આવાસે આવ્યા. તેમના ગયા પછી બધા મજુરે ધનસારને કહેવા લાગ્યા કે–અહો ! તમારા સાનિધ્યથી અમે પણ બહુ સુખી થયા છીએ. કહ્યું છે કે-સત્સંગ કલ્યાણ કરનારજ નીવડે છે.” હવે બીજે દિવસથી ધનસારની આજ્ઞાથી પુત્રવધુએ વારાફરતી જળ લેવાને વાદળીઓ જેવી રીતે સમુદ્ર પાસે જાય તેમ છાશ લાવવાને માટે ધન્યકુમારને ઘેર જવા લાગી. ધન્યકુમારની આજ્ઞાથી સૌભાગ્યમંજરી તેમને હમેશાં છાશ આપતી હતી. ભરથારને વશ થયેલ સ્ત્રીની તેજ નીતિ–કર્તવ્ય છે. એકદી ધન્યકુમારે સૌભાગ્યમ જરીને કહ્યું કે હે પ્રિયે! ત્રણે વહુરૂઓને તારે સજજનના અંતઃકરણની જેવી સ્વચ્છ નિર્મળ છાશ દેવી, બહુ પાડી આપવી નહિ, પણ જે દિવસે નાની વધુ છાશ લેવા આવે, તે દિવસે તેને જાડી છોશ તથા દુધ આપવું; વળી મધુર વચનેવડે તેની સાથે પ્રીતિ કરવી, તેની સાથે કાંઈ પણ ભેદ ગણવે નહિ.” આ પ્રમાણેને પતિને હુકમ પ્રસન્ન ચિત્તથી સૌભાગ્યમંજરીઓ માથે ચઢાવ્યું. તે દિવસથી સરલ હૃદયથી તેણે પતિના હુકમ પ્રમાણે વર્તન કરવા માંડ્યું. જે દિવસે સુભદ્દી છાશ લેવા આવે ને દિવસે તેણી ખુશી થઇને તેને દુધ, છાશ, પકવાન્ન, ખજુર, અખેડ, સિતફળ વિગેરે ખાવાની વસ્તુઓ આપે, મિષ્ટ વચનથી