Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 250 ધન્યકુમાર ચરિત્ર. ભેગવીને નિર્જરાવવા, બાકી તે કર્મરાજા જેમનચાવે તેમ સંસારી જીવને નાચવું પડે છે.” C આ પ્રમાણે પરસ્પર બંને સખીઓ વાર્તાલાપ કરે છે, તેવામાં પિતાની આકૃતિને ગોપવીને ધન્યકુમાર ત્યાં આવ્યા, એટલે તરતજ બંને સખીઓ લજજા અને મર્યાદા સાચવીને 8 ઉભી થઈ ગઈ અને યોગ્ય સ્થળે જરા દૂર ઉભી રહી. તે વખતે ધન્યકુમાર ગંભદ્ર શ્રેણીની પુત્રી સુભદ્રા તરફ જરા ઠપકે આપતા હોય તેવી રીતે જોઈને બેલ્યા કે-“અરે ભામિની ! પતિ વિના પ્રાણ કેમ ધારણ કરી શકે છે? કારણકે પાણી સૂકાઈ જાય ત્યારે કાળી જમીન પણ હજારે ટુકડાવાળી થઈ જાય છે.' તેણીએ કહ્યું - રાજન ! જેવી રીતે સુકાઈ ગયેલે પુષ્પને લુમ પણ ડાળી સાથે બંધાઈ રહેલે હોય તે સ્થિર રહી શકે છે, તેવી જ રીતે આશારૂપી બંધનથી બંધાયેલ મારો આત્મા પણ મરણથી રક્ષિત રહી શક્યો છે. વળી જેવી રીતે સૂકાઈ ગયેલા કમળમાં (પણ મર ફરીથી વસંત ઋતુ આવશે અને આ કમળ પલ્લવિત થશે.' એવી આશાથી વાસ કરીને રહે છે, તેવી જ રીતે હું પણ આશાથી જીવિતવ્ય ધારણ કરીને રહી છું. તે સાંભળી ધન્યકુમાર બેલ્યા–“હે મુગ્ધ ! શા માટે યોવન નકામું ગુમાવે છે? મનુષ્ય જીવનને સાર માત્ર યૌવન વયજ છે, અને તે તે તું નકામું ગુમાવી દે છે. કહ્યું છે કે- હાથમાં રહેલ તાંબુલ ખાધા વગર ડાહ્યા માણસે કઈ દિવસ સુકાઈ જવા દેવું નહિ ! વળી દૂર દેશાંતરમાં ગયેલ તારા પતિના પુન આગમનની આશા રાખવી તે પણ વૃથા છે. જો તું તેને વહાલી છે તે તો તે કાંઈક સંકેતાદિક કરીને પણ તારી પાસે આવત; પણ તે તે કાંચળી મૂકી દઈને