Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 4 પાલવ. કૌશલ્યતા હોયતો બધી વાતની તપાસ કરીને રહસ્યને પ્રગટ કરે.” આ પ્રમાણે રાજાની આજ્ઞા મળવાથી તરતજ ત્રણે સ્ત્રીઓને બોલાવીને મંત્રીઓએ પૂછ્યું કે તમે કયે સ્થળેથી અત્રે આવી છે? તમારું કુળ કયું? તમારી પાસે દ્રવ્ય કેટલું હતું? તમારું ગામ કયું? એવી શી આપત્તિ પડી અને શા કારણથી પડી, કે જેને " લીધે તમારે અત્રે આવવું પડ્યું? આ બધે તમારે વૃત્તાંત જે બ હેય તે સાચેસાચે કહી સંભળાવે.” આ પ્રમાણે મંત્રીએએ પૂછવાથી આંખમાં અઠ્ઠલાવીને મૂળથી પિતાના કુળાદિકને સર્વ વૃત્તાંત તળાવ ખોદવા સુધીને તેણીઓએ વિસ્તારથી કહી બતાવ્યું. બુદ્ધિકુશળ અને વસ્તુગાહી મંત્રીઓ તેમની કહેલી વાત સાંભળીને વસ્તુતત્વ બધુ સમજી ગયા, અને વિસ્મયતાથી તથા મિતપૂર્વક એક બીજા સામું જોતાં તેઓ વિચાર કરીને બોલ્યા. કે અરે ભાઈઓ! જા, જા ! આ બાઈઓને ધન્યનામને (અતિ ભાગ્યશાળી દિયર કેણ તેને અમે ઓળખે, ઓળખે ! ઉપરની કહેલી હકીક્ત ઉપરથી તે ધન્યકુમારજે તેના દિયર છે, જે તેવું રહસ્ય પ્રાપ્ત થાય છે. બુદ્ધિશાળી એવા ને ધન્યકુમારે છાશ તથા અન્ય વસ્તુઓ દેવાવડે માયા કરીને પહેલાં પોતાની પત્નીને 8 ઘરમાં રાખી, પછી પિતાની પિતા, માતા તથા બંધુઓને પણુંઘરમાં રાખ્યા. આ બાઈઓને ઘરમાં ન રાખી તેનું કારણ એમ જણાય છે કે તેની પત્નીને ખરાબ વચન તથા ખેટા મેણાં તથા ખેટાં આળ વિગેરે આપીને એમણે તેમની પત્ની વિરૂદ્ધ પ્રતિકૂળતા બતાવી હશે, તેથી આ સ્ત્રીઓને શિક્ષા કરવા માટે મહેલમાં દાખલ થવા દીધી નથી. આ પ્રમાણે મંત્રીઓ વિચાર કરીને તે સ્ત્રીઓ પ્રત્યે બેલ્યા કે–અરે બાઈઓ! તમારા કહેલા ભાગ્યના 35