Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 276 ધન્યકુમાર ચરિત્ર 'હેય? કદાચ જો કે પિતાના કુટુંબીઓ વિપરીત આચરણ કરે, તો પણ તેમને શિક્ષા આપત્તિકાળમાં તે નજ કરવી, વિપદામાંથી તે તેને સત્વર ઉદ્ધારજ કરે, તેજ સંત પુરૂષનું કર્તવ્ય છે. સાધુપુરૂષ પડ્યા ઉપર કદિ પણ પાટુ મારતા નથી, પણ તેને સહાય કરનારજ થાય છે. પણ અમને લાગે છે કે જેવી રીતે કાંજીના સંસર્ગથી દુધની પ્રકૃતિમાં વિકૃતિ થઈ જાય છે, તેવી જ રીતે તમારી પત્નીએ કાંઈક પિશુનાણું કર્યું હશે, તમારાં કાને ભંભેર્યા હશે, તેથી જ તમારી આવી સુંદર પ્રકૃતિમાં વિકાર થઈ ગયો છે. કહ્યું છે કે–સુંદર વંશમાં–વૃક્ષમાં ઉત્પન્ન થયેલ ધનુષને દંડ પણ પણ છથી પ્રેરાય ત્યારે પારકાના ઘાત માટે થાય છે.” આ પ્રમાણે કુશળ મંત્રીઓએ બુદ્ધિના પ્રપંચથી કેમળ વચને વડે સમજાવ્યા, એટલે ધન્યકુમારે હાસ્યક્રિયા છેડી દઈને આદરપૂર્વક પિતાની ભાભીઓને પિતાના ઘરમાં એકલી. . ત્યારપછી ધન્યકુમારે સૈન્યની તૈયારીઓ બંધ કરી દઈને સચિની સાથે રાજા પાસે આવી નમસ્કાર કર્યો. ભૂપે પણ અર્થે આસન આપીને તથા સત્કાર કરીને પિતાની પાસે બેસાડી - સાહપૂર્વક વિનયવંત એવા ધન્યકુમારને કહ્યું કે-“હે બુદ્ધિશાળીમાં શ્રેષ્ઠ ! આ શું આશ્ચર્યકારક બન્યું? તમને નહિ ઓળખી શકેલી તમારી ભાઈઓને તમે હેરાન કરી તે તમને શોભતું નથી. મતલબ કે ડાહ્યા માણસેએ પોતાના કુટુંબી જનોને કઈ દિવસ છેતરવા ન જોઈએ.” - આ પ્રમાણે શતાનિક રાજાનું કથન સાંભળીને ધનસારપુત્ર ધન્યકુમાર નિર્મળ અંત:કરણથી કહેવા લાગ્યા કે “હે સ્વામિન તે ભાઇઓ અમારા ભાઈઓ વચ્ચે કેવી કળહ કરાવનારી થઈ