Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 277 છે તે સાંભળે. લેઢાની ઘંટી જેમ તેની અંદર નાખેલા ધાન્યને છુટછુટું કરી નાખે છે, તેવી જ રીતે ઘણી મજબુતાઈથી વળગી રહેલા અમારા ભાઈઓના મનને તે સ્ત્રીઓએ ઘરમાં આવીને છુટાં - પાડી નાખ્યા છે. એક ઉદરથી જ જન્મેલા ભાઈઓના મનરૂપી ભૂમિ ઉપર પ્રતિ–વલભતા-નેહાળતારૂપી સ્નેહલતાની શ્રેણિઓ ત્યાંસુધીજ ઉગતી અને વૃદ્ધિ પામતી રહે છે કે જ્યાં સુધી તે લતાઓને છુટી પાડનાર વચનરૂપી ઉન્નત દાવાનળ સ્ત્રીઓ તરફથી સળગાવવામાં આવતા નથી. આ દાવાનળ સળગતાંજ તે લતાઓને તરત જ નાશ થઈ જાય છે અને તે વૃદ્ધિ પામતી અટજાય છે. હે રાજન ! C' નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે ફિઈ દિવસ શત્રુને વિશ્વાસ કરે નહિ અને સ્ત્રીઓનો તો વિશેષ કરીને કોઈ દિવસ પણ વિશ્વાસ કરે નહિ. આને હેતુ શું છે તે સાંભળે. શત્રુઓ તે વિરૂદ્ધ થાય ત્યારેજ, હણવાને ઉઘુક્ત થાય છે, અને નારીએ તે નેહવાળી દેખાય છતાં ક્ષણમાં હણી નાખે છે. જેવી રીતે સુંદર વંશમાં (વાંસમાંવાંસથી) ઉત્પન્ન થયેલ મંથનદંડ–રવૈયે સ્ત્રીઓ હલાવે કે તરતજ સારી રીતે જામી ગયેલા દહીંને છુટું પાડી નાખે છે, તેવી રીતે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય પણ સ્ત્રીઓથી પ્રેરાયા છતાં ગમે તેવા અકૃત્યો કરવા ઉઘુક્ત થઈ જાય છે. જયારે ઘંટીને દંડ સ્ત્રી હસ્તમાં લે ત્યારે દાણાના કણેકણને જુદા પાડી નાખે છે, તેવી જ રીતે સ્ત્રીથી ભ્રમણામાં નખાય ત્યારે પુરૂષ પણ માતા, પિતા વિગેરેના સ્નેહને ક્ષણમાં દળી નાંખે છે. -પૂર્વની સમગ્ર દશાને ત્યજી દે છે. જેવી રીતે તરવાર–ખ વિગેરે શસ્ત્રો સરાણવડે ઘસાય ત્યારે તેજસ્વી થાય છે, તેવી જ રીતે કુલટા સીએથી ઘસાતા–દાતા પુરૂષ પણ ઉલટા હૃદયમાં આનંદ