Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 274 . ધન્યકુમાર ચરિત્ર. નિધાનરૂપ તમારા દીયર દુન્યમારને ઓળખવાનું કાંઈ ખાસ Dલક્ષણ છે કે જેનાથી તે સત્વરજ ઓળખી શકાય?' આ પ્રમાણે મંત્રીનાં વચને સાંભળીને ક્રોધ છેડી ધીરજ ધારણ કરીને શાંત અંતઃકરણથી તે સ્ત્રીઓ બોલી કે અમારા દીયરને ઓળખવાનું એક મોટું ચિહ્ન છે, તે એ કે તેના બંને પગ ઉપર અત્યંત દેદીપ્યમાન સૂર્ય જેવા ચળકાટવાળું પદ્મનું નિશાન છે, તેથી આ અમારા દીયર તરતજ ઓળખાય છે. તે સાંભળીને તરત જ તે મંત્રીઓ ધન્યકુમારના પગની ઉપર રહેલું પક્ષનું ચિહ્ન જોવાને માટે તે સ્ત્રીઓને સાથે લઈને ધન્યકુમારની પાસે ગયા અને નમીને તેની પાસે ઉભા રહ્યા. ધન્યકુમારે તેમને પૂછયું–‘આપને અહીં ' આવવાનું શું પ્રયોજન છે?” તેઓએ કહ્યું કે–આ સ્ત્રીઓને આંતરકળ નિવારવા અમે આવ્યા છીએ.” તે વખતે ધન્યકુમારે પિતાની ભાભીઓને સાથે આવેલી દેખીને માયાથી તેમને પણ નમસ્કાર કર્યા અને તેમના પ્રતિ બોલ્યા કે અરે માતાઓ ! ભયભીત અંતઃકરણવાળી થઈ ગયેલી તમે શા કારણે અહીં આવી છે? આ પ્રમાણેના શબ્દો સાંભળી ત્રણે ધન્યકુમારને બરાબર ઓળખીને બેલી–અરે ભાઈ! શું કરવા અમને માયા કરીને ખેદ ઉજવે છે? શા માટે દુઃખી કરે છે? કારણકે તમેજ અમારા ભાગ્યશાળી દીયરજી છે, શું કલ્પવૃક્ષ કોઈ દિવસ કેઈને દુઃખ આપે છે?' આમ કહીને તેઓ બેલતી બંધ રહી, એટલે ધન્યકુમાર બેલ્યા–“અરે! આ તમારા ફેવરથ હૃદયમાં શો ભ્રમ થઈ ગયે છે? અથવા તે હીન પૂર્યોદયથી તમારી દષ્ટિ શું કાંઇ ઝાંખી થઈ ગઈ છે? આ દુનિયામાં જેને જેને ધન્યકુમાર એવા નામવાળે જાઓ, તેને તમે તમારા દિયર' કહીને બોલાવશે તે સર્વ સ્થળે