Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 272 ધન્યકુમાર ચરિત્ર. 2.જેમ તેની સાથે યુદ્ધ કરવું તે તમને એગ્ય નથી. એ કે ન હોય કે જે પોતાના કુટુંબીઓને જ મારવા માટે અને તેને નાશ કરવા માટે લાકડી ઉગામે? વળી જે આ જમીન કંપાયમાન થઇ ઉંધી વળી જાય, ને માપી શકાય તેટલા જળથી ભરેલે સમુદ્ર પણ શોષાઈ જાય, સૂર્યને પૂર્વને બદલે પશ્ચિમ દિશામાં ઉદય થાય, તે પણ આ ધન્યકુમાર અનીતિને માર્ગે ચાલે નહિ, એવી બાળથી વૃદ્ધ પર્યત સૂર્યને સંપૂર્ણ ખાત્રી છે, તેથી તે બાઈઓએ કહેલ આવું તેમનું વિરૂદ્ધાચરણ કઈ રીતે સંભવતું નથી. વળી આ પરદેશથી આવેલા આખા કુટુંબને પહેલાં ધન્યકુમારે રાખ્યું) અને હમણાં સારા હૃદયવાળા ધન્યકુમારે ક્રોધિત થઈને વૃદ્ધાદિક | સર્વને પૂર્યા, આમાં પણ કાંઈકહાર્દ હે જોઈએ આ પ્રમાણે કરવામાં તેમનો શે આશય છે તે સમજાતું નથી. વળી તેણે આ કુટુંબમાંથી પુત્રવધૂને રોકી, પછી ડેસાને રોક્યો, પછી ડેસીને રેકી રાખી, પછી તેના ત્રણ પુત્રને રેક્યા, આટલાને ક્યા છતાં આ ત્રણે વહુરૂઓને કેમ તેણે પૂરી દીધી નહિ ? આમાં પણ કાંઇ ચેકસ હેતુ હે જોઈએ. આ કારણથી જે મહારાજ 'આજ્ઞા આપશે, તે આ ગૂઢાર્થ પણ બુદ્ધિકૌશલ્યથી પ્રકટ થઈ શકશે, કારણ કે તમારી સેવા કરવાથી જે મંત્રીઓ કુશળ અને શાસ્ત્રપારંગત દષ્ટિવાળા થયા છે, તેનાથી અજાણું છું રહેવાનું છે? બીજી રીતે ન જાણી શકાય તેવું હોય તે પણ બુદ્ધિવડે જાણી શકાય છે, તેથી આ અમારી વાત જે આપના ચિત્તમાં ઉતરે, તો આ બાબતનું રહસ્ય શોધીને અમે પ્રગટ કરવાનો પ્રયાસ કરીએ.” આ પ્રમાણે મંત્રીઓએ કહેલી સર્વ હકીક્ત સાંભળીને રાજા બે કે-“હે મંત્રીએ ! જે તમારી આવી બુદ્ધિની