Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ષષ્ઠ પલ્લવ. 259 અંદર વિચાર કરવા લાગ્યા કે “આ ડોસો બેટું બેલતે હેય તેમ દેખાતું નથી, કારણ કે આ વૃદ્ધ અંતરંગને દુઃખની જવાળાથી તપેલે બેલે છે, તેથી તે જે બોલે છે તે સત્ય હેય તેમ જણાય છે. આ વૃદ્ધ ત્રણ દુઃખથી દુઃખિત થયેલે જણાય છે, નહિ તે આવું રાજ્યવિરૂદ્ધ અસત્ય ચતુષ્પથમાં જાહેર રસ્તા ઉપર બેલવાની હિંમત કોણ કરે? અંતરનાં દાહ વગર આ પ્રમાણે બોલી શકાય નહિ, તેથી આ ડોસે સાચે છે તેને તો લાગે છે.” આ પ્રમાણે વિચાર થવાથી તે સર્વે વ્યવહારીઆઓને શું કરવું તેની કંઈ સમજણ પડી નહિ. તેથી તેઓ ધનસુરને કહેવા લાગ્યા કે–“અરે ડોસા ! અમે આમાં શું કરી શકીએ ? જે બીજા કેઈની વાત હતી તે તે રાજ્યના અધિકારીઓ પાસે જઈને કહેત, પણ આ વાત જે રાજ્યના અધિકારીઓ પાસે જઈને કહીએ તે તેઓ પણ માને નહિ, તેઓ સામે ઉપાલંભ આપે કે–શું તમારી બુદ્ધિ નાશ પામી ગઈ છે કે આવું બેલે છે ?' તેથી આ તેમનું આપદા આવી પડેલી છે. અમે તમારૂં દુઃખ સાંભળવાને પણ શક્તિમાન નથી, તેથી અમે તે એમ વિચારીએ છીએ કે જે થવાનું હોય તે ભલે થાઓ, તે ખેટી નીતિ આચરે તેવા નથી, પરંતુ અમને વિચાર થાય છે કે આજે તેણે એક રાંકની સ્ત્રીને રોકી રાખી, કાલે વળી બીજાની રેકી રાખે તે શું થાય ? જે કઈ દુષ્ટ રાજા હેય તે તે પ્રજાની ધનાદિક વસ્તુઓ લઈ જાય છે, પણ કેદની સ્ત્રીને લઈ જતો નથી. આવી મહા અનીતિ જે તે કરે તે પછી તેના ગામમાં કોણ રહેશે, આ પ્રમાણે વિચાર કરીને સર્વે એકઠા થઈ નિર્ણય કરીને ધન્યકુમા રને ઘેર ગયા, અને ધન્યકુમારને પ્રણામાદિ કરીને યથાસ્થાને