Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ષષ્ઠ પદ્વવ. 221 તેને શા અપરાધથી રોકવામાં આવી છે તે કોઈ જાણતું નથી. આ વૃદ્ધ ગરીબની પુત્રવધૂને જે કાંઈ અપરાધ થયો હોય તે પણ તેને ક્ષમા આપીને આ મહાજનની શોભા આપ વધારે અને તેની પુત્રવધૂને આપે છેડી મૂકે. આ બાબતમાં આપને બહુ વિજ્ઞાપના શું કરીએ? સ્વામિન ! આજ યુકત અને અયુક્તના વિચારેમાં કુશળ છો. આપની પાસે અમારી બુદ્ધિ કઈ ગણત્રીમાં છે? તેથી સે વાતની એકજ વાત કહીએ છીએ કે મહેરબાની કરીને કૃપા કરીને–દયા લાવીને આ ડોસાની પુત્રવધૂને આપ પાછી આપ.” - આ પ્રમાણે મહાજનના સમૂહની વાત સાંભળીને જરા હિંમત કરીને તે સાંભળ્યું ન સાંભળ્યું તેમ કરીને બીજા તરફ નજર ફેરવી બીજાની સાથે વાત કરતાં અક્તિ દ્વારા તિરરકાર સૂચવનાર અને ગભિત ક્રોધયુક્ત વાક્યો દ્વારા ધન્યકુમાર કહેવા લાગ્યા કે “અરે ભાઈ ! હમણા આ નગરમાં ઘણા માણસે બહુ વાચાળ-દેઢડાહ્યા થઈ ગયા છે. સત્યાસત્યની વાત સમજયા વિના વાણીવડે પાક્કાના ઘરની વાત કરીને વૃદ્ધિ પામનારા જેમ તેમ વચને બોલે છે. પણ દુર્જનેને એ સ્વભાવ જ છે. કહ્યું છે કે‘દુર્જને પિતાના મોટા મોટા ગુફા જેવા છિદ્રો પણ જોઈ શકતા નથી, અને એક નાના રેખા જેવડા પણ પરના છિદ્રોને જુએ છે.” પણ તે સર્વને હું જાણું છું-ઓળખું છું. હમણાં તેવાં સર્વને શિક્ષા કરવાને હું ઉક્ત થયો છું. વધારે શું કહું? આમ કરવાથી સારૂં જ થશે! પણ આમાં તેમને દોષ નથી, મારે જ દેષ છે, કારણ કે મેં નગરજનેને આવી વાત કરતાં સાંભઇ છતાં પણ આંખ આડા કાન કરીને મુક્ત રાખ્યા છે, તેથી જ તેઓ અતિશય ઉન્મત્ત થઈ ગયા છે. હવે થોડા જ દિવસમાં આ સર્વે ઉન્મત્ત