Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ષષ્ઠ પવિ. 229 આ પ્રમાણેનું સસરાનું કથન સાંભળીને સુભદ્રા બોલી કે“સુજ્ઞ સસરાજી! આપની જેવા વયેવૃદ્ધકુળપાલનમાં તપુર, કુટુંબની ચિંતામાંજ લીન થયેલા, સર્વની ઉપર મીઠી દષ્ટિવાળા અને અમારું દુઃખ જોવાને અસમર્થ એવા આપને તે આ પ્રમાણે કહેવું ગ્ય છે, પરંતુ હું તે શિયળરૂપ શસ્ત્રની સહાય લઇને આપની સાથેજ આવવા ઈચ્છું છું, કારણ કે વિપત્તિ સમયે પણ સતીને તે ભગૃહે રહેવું તે જ યોગ્ય છે નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે - नारीणां पितुरावासे, नराणां श्वशुरालये / एकस्थाने यतीनां च, वासो न श्रेयसे भवेत् // “નારીઓને પિતાના ગૃહમાં, પુરૂષને શ્વસુરના ગૃહમાં અને યતિઓને એક રથળે વાસ કરે તે તેમના શ્રેય માટે થતું નથી' વળી જયારે સંપૂર્ણ લક્ષ્મી અને અક્ષય સુખ હોય ત્યારે પણ સ્ત્રીઓને મહેસુવાદિકના કારણને ઉદ્દેશીનેજ પિતાને ઘેર જવું યુક્ત છે, કારણ વગર નકામા પિતાને ઘરે જવામાં દૂષણ રહેલું છે. આમ હોવાથી વિપત્તિના સમયમાં તે શ્વસુરગૃહે રહેવું તેજ શ્રેષ્ઠ છે. જે આપત્તિના સમયમાં પિતાને ઘેર જઈને કેઈ સ્ત્રી તે ત્યાં તેની ભેજાઈ વિગેરે પિતાના ઘરના મનુષ્ય અને સ્ત્રીવર્ગ તેના સાસરાને કુટુંબની નિંદા કરે. તેઓ બોલે કે–“અમારા નણદેઈ (નણંદના પતિ) અવિચારીત કાર્ય કરનાર છે. તેઓ કારણ વગર તથા પૂછયા વગર એકદમ આવી કુળવતી પત્નીને વિડંબનાના માર્ગમાં છોડી દઈને ક્યાંક ચાલ્યા ગયા છે. જે ગૃહને નિર્વાહ કરવાને સમર્થ હોય તેનાથી જ ઘરનો નિર્વાહ ચાલી શકે છે.” વળી બીજા બેલે કે–“તેમાં બહેનના વરનો કાઈ દેષ નથી, તે તે ચાકરની જેમ હમેશાં કુટુંબનું કામકાજ કરવામાં જ તત્પર