Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 236 ધન્યકુમાર ચરિત્ર પછી રાગાદિક દેષના પ્રબળ ઉદયના વિવશપણાથી મનુષ્યને અતિશય વિપત્તિઓ ભેગવવી પડે તેમાં શું નવાઈ ! આ કર્મ ભોગવવામાં કાયરપણું કરવા જેવું નથી, કારણકે કાયરપણે સહન કરવાથી ઉલટી અશુભ કર્મોની વૃદ્ધિ થાય છે. શુભ કર્મોનું અશુભ કર્મોમાં સંક્રમણ થાય છે. શુભ કર્મોના રસની હાનિ થાય છે, તેથી ચિત્તમાં વ્યાકુળતા લાવ્યા વગર સમભાવથી જે વિપત્તિઓ આવે તે સહન કરવી, કારણ કે કર્મો તે જડ છે, તેથી તેને બીલકુલ દયા હતી જ નથી.” જ આ પ્રમાણે વિચાર કરીને પિતાના પિતાને બોલાવી ધન્યકુમારે તેમને કહ્યું કે–“તમે નવા આવ્યા જણઓ છે ! ક્યાંથી આવ્યા છે? તમારી કઈ જોતિ છે? આ સર્વ સ્ત્રી પુરૂષને તમારી સાથે શું સંબંધ છે?'' આ પ્રમાણે પૂછયું ત્યારે પ્રબળ પુણ્યના ઉદયથી તથા વિવિધ પ્રકારના રત્નના અને સુવર્ણના અલંકારની કાંતિથી જેના શરીરનું સ્વરૂપ ફરી ગયેલું છે તેવા ધન્યકુમારને ધનસારે ઓળખા) નહિ તેથી પિતાની જાતિ, કુળ, વંશ વિગેરે ગોપવીને અવસરને ઉચિત એવો જે તે ઉત્તર આપતાં કહ્યું 'કેહે સ્વામિન ! અમે પરદેશથી આવેલા છીએ, તદન નિધન છીએ, અમે આજીવિકાને માર્ગ શોધતા હતા, તેવામાં આ તમારા ગામમાં આવતાં આપ સાહેબને આ પોપકારી કાર્ય વ્યવસાય તે સાંભળીને ઘણા દિવસથી અમે અહીં રહ્યા છીએ, અને તમારા પ્રતાપથી સુખપૂર્વક આજીવિકા ચલાવીએ છીએ. હમેશાં પ્રભાતમાં ઉઠીને આપને આશીર્વાદ આપીએ છીએ કે આપ ઘણું છે, ઘણે આનંદ પામે અને લાંબા વખત સુધી પૃથ્વીનું રક્ષણ કરો.' બરણકે અમારા જેવાને તે તમેજ જંગમ કલ્પવૃક્ષ છે.”