Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ષષ્ઠ પઢવ. * 231 કર્યું નથી. ડાહ્યા માણસનું આ કામ નથી.” આ પ્રમાણે પિતાના ગૃહવાળા મનુષ્ય જેમ આવે તેમ સાંભળતાં અતિ કડ઼વા લાગે તેવાં વચને બોલે, તેને મેઢે હું હાથ કેવી રીતે દઉં?એક તે મારા પ્રિય પતિના વિયેગનું દુઃખ, તેમાં બીજું દાઝયા ઉપર ડામની જેમ, વાગેલ ઉપર ક્ષારની જેમ આવાં નિંદાનાં વાક્યનું શ્રવણ અને ત્રીજું પરાધીન વૃત્તિથી જીવન ગાળવું તે યોગ્ય નથી. તેથી તે વડીલ ! એક સ્થળે અગર મુસાફરીમાં, સંપત્તિમાં અગર આપત્તિમાં, સુખમાં અથવા તે દુઃખમાં કાયાની સાથે છાયાની જેમ ઉત્તમ રીતે શિયળ પાળવાપૂર્વક શ્વસુરગૃહને હું તે કદિ છેડીશ નહિ. જયાં આપ વડીલે રહેશે ત્યાં હું પણ આપની સાથેજ આપને અનુસરણ કરીને રહીશ એ મેં નિશ્ચય કર્યો છે.” આ પ્રમાણેનાં સુભદ્રાનાં વચન સાંભળીને ધનસાર શ્રેણી આનંદિત થઇને બેલ્યા કે-“હે પતિવ્રતા ! તે ખરેખરૂં સત્ય કહ્યું છે. તું તે પુરૂષોત્તમ ધન્યની ખરેખરી સાચી પત્ની છે. તારા આવા પાતિવ્રત્યેના ધર્મમયે વિચારથી ખરેખર સારૂં જ થશે એ મને નિર્ણય લે છે.” ત્યાર પછી ધનસાર શેઠ તેની પત્ની, સુભદ્રા, ત્રણ પુત્રો અને ત્રણે પુત્રની પત્નીઓ કુલ આઠ જણ સહિત જેમ જીવ આઠ કર્મ સહિત શરીરમાંથી નીકળે તેમ રાજગૃહીથી નીકળે. માર્ગમાં સર્વ રથળે મજુરી વિગેરે કરીને આજીવિકા કરતાં તથા ઘણા દેશે અને નગરમાં કરતાં અનુક્રમે તેઓ કૌશામ્બીમાં આવ્યા; કહ્યું છે કે યતિઓ, યાચકે અને નિધન વાયુની જેમ એક સ્થળે રહેતા નથી–રહી શકતા નથી. મેટીનગરી કૌશાંબીને જોઇને અહીંતહીં સર્વત્રતેઓ ભમવા લાગ્યા. ફરતાં ફરતાં કોઈ સજન પુરૂષને દેખીને તેમણે પૂછયું કે