Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 224 ધન્યકુમાર ચરિત્ર સંભવ રહેતો નથી, તેવી જ રીતે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વિગેરે કોઈપણ જાતનાં ઉપદ્ર ઉદ્ભવતા નથી. જે પર્વત ઉપર વરસાદ પડતું હોય તે પર્વતને દાવાનળની ધાસ્તી હતી નથી, તેવી જ રીતે આ મણિ જે પુરૂષે પિતાના હાથે બાંધેલ હોય તે માણસને કુષ્ટાદિક વ્યાધિઓ પરભવ કરી શકતા નથી; વળી સૂર્યને ઉદય થતાં અંધકાર જેમ કત નથી–નાશી જાય છે, તેવી જ રીતે આ મણિ જેના કંઠમાં બાંધેલ હોય તેને ભૂતકતાદિક કેઈ પણ અશુભ દેવ તરફથી જરી પણ પરાભવ થઈ શકતો નથી. હે સ્વામિન ! જો કદી મારા કહેવામાં આપને વિશ્વાસ આવતો ન હોય તે એક થાળ ઓપ અને મંગાવો અને સાથે ચેખા મંગાવીને તે થાળ તેનાથી પરિપૂર્ણ ભરો, એટલે હું તેની પરીક્ષા બતાવું.” Cધન્યકુમારે કહેલી આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજાએ તરતજ નકરોને એક થાળ લાવવાને હુકમ કર્યો, એટલે સેવકે ચેખાથી ભરેલે એક થાળ સભામાં લઈ આવ્યા પછી ધન્યકુમાર બોલ્યા કે-“શાલિકણ (ચેખા) ખાનારા પક્ષીઓને હવે છોડી મૂકે.” તે વખતે રાજાની આજ્ઞાથી સેવકોએ પક્ષીને છોડી મૂક્યા. ધન્યકુમારે તે ખાના ઢગલા ઉપર તે મણિને રખાવે, તેથી અતિ ચપળ એવા પણ સમુદ્રનાં કલ્લેલે જેમ ટ્રીપની આસપાસ ફર્યા કરે તેમ તે પક્ષીઓ તે થાળની આસપાસ ભમવા લાગ્યા, પણ મણિના પ્રભાવથી તે થાળને સ્પર્શવાને જરા પણ શક્તિમાન થયા નહિ. થોડા સમય સુધી આ પ્રમાણેનું આશ્ચર્ય બતાવ્યા પછી ધન્યકુમારના હુકમથી ચેખાથી ભરેલા થાળ ઉપર જે મણિ રાખ્યું હતું, તે દૂર કરવામાં આવ્યું, કે તરતજ ફળોને ઢગલે જેમ વાંદરા ખાઈ જાય તેમ ક્ષણમાત્રમાં તે પક્ષીઓ બધા ચેખાનું