Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ષષ્ઠ પવિ. 223 કરશે તેને સત્ય પ્રતિજ્ઞાવળા રાજા પાંચ ગામ, પાંચસે હાથી અને પાંચસે અશ્વો આપશે અને પિતાની સૈભાગ્યમંજરી નામની પુત્રી પરણાવશે.” આ પ્રમાણેની રાજાની આજ્ઞા થવાથી દરેક મેટા રસ્તા અને માર્ગો ઉપર પરીક્ષકને શોધવા માટે તે પ્રમાણે પડહ વગાડતા રાજાનૈ માણસે ભમવા લાગ્યા. તેજ વખતે ધન્યકુમાર કૌશાંબીમાં પ્રવેશ કરતા હતા. તેઓ આ પ્રમાણે પડહવાદકોથી પડહ વગડાતે સાંભળીને તેની પાસે આવીને બોલ્યા કે હે પડ વગાડનારાઓ ! હવે તમે પડહ વગાડશો નહિ, હું મણિના ગુણે પ્રગટ કરીશ.” આ પ્રમાણે પડહ વગડાતે અટકાવીને પૂરીક્ષકોમાં શિરોમણિ ધન્યકુમાર પડવાદકોની સાથે શતાનિક રાજાની સભામાં આવ્યા અને રાજાને નમીને યથાગ્ય રથાને તેઓ બેઠા. શતાનિક મહારાજા પણ તેનું સૌભાગ્ય, કાંતિ, ઉત્તમ રૂ૫ અને સુંદર આકાર વિગેરે જોઈને બહુમાનપૂર્વક કુશળક્ષેમ પૂછીને તેને કહેવા લાગ્યા કે—બડે બુદ્ધિના ભંડારરૂપ શ્રેષ્ઠ મનુષ્ય ! આ રત્નની પરીક્ષા કરે અને તેના જે ગુણે હેય તે સ્પષ્ટ બતાવો.” આ પ્રમાણે રાજાને હુકમ મળવાથી ધન્યકુમાર તે મણિને હાથમાં લઈને શાસ્ત્રાભ્યાસવડે રત્ન પરીક્ષામાં કુશળ થયેલ હોવાથી તેની ગુણે જાણીને વિનયપૂર્વક રાજાને કહેવા લાગ્યાકે-“હે મહારાજ ! ચિત્તમાં વિસ્મય કરાવે તે આ મણિને પ્રભાવ છે, હું આપને તે કહી સંભળાવું છું. હે સ્વામિન્ ! આ મણિને જે કઈ માણસે મસ્તક ઉપર ધારણ કરે તે માણસને હસ્તીઓ જેમ સિંહને પરાભવ કરી શકતા નથી તેવી રીતે શત્રુ એ પરાભવ કરી શકતા નથી. વળી આમણિ જે નગરમાં વિરાજતે હોય તે નગરમાં જેવી રીતે સારા રાજમાં અનીતિઓને