Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પંચમ પલ્લવ. 191 મહારાજ ! શાસ્ત્રના વાક્યોથી ઘાત ન કરી શકાય તેવી અને અત્યંત પ્રતિભાવાળી બુદ્ધિના નિધાનરૂપ અભયકુમારને પકડી લાવવા માટે કેણ સચેતન પુરૂષ આગ્રહવંત કે ઉધમવંત થાય? કોઈ પણ ડાહ્યો માણસ તે ઉઘમ, પ્રયત્ન કે આગ્રહ કરે નહિ.” આ પ્રમાણે વાતચિત થાય છે તે વખતે અવસર મળવાથી એક ગણિકા રાજાના હૃદયદહને નાશ કરનારી વાણીવડે બેલી. ઉઠી કે “હે પૃથિવીનાથ! આ કાર્ય માટે મને જે આપે, હું તે અભયકુમારને બાંધીને આપના ચરણની પાસે હાજર કરીશ.” રાજાએ કહ્યું–જો એમજ હોય તે તને ઠીક લાગે તેવી રીતે તે કાર્ય કર. વેશ્યા પણ આ પ્રમાણેની રાજાની અનુમતિ અને હુકમ મળવાથી મનમાં વિચારવા લાગી કે-“બહેતરે કળામાં પ્રવીણ, બહુ બહુ પ્રકારના શાસ્ત્રીય ગ્રંથ વાંચવાવડે સંશોધિત થયેલ કુશાગ્ર બુદ્ધિવાળા, સર્વ અવસરે સાવધાન, સર્વ કાર્યોમાં ઉત્તેજિત અને સદેદિત બુદ્ધિવાળ આ અભયકુમારને કેવી રીતે ઠગી શકાશે? તેને ઠગવાને માત્ર એક જ ઉપાય છે. ધર્મબુદ્ધિને પ્રપંચવડે ધર્મના મિષથી જ તે છેતરાશે, કારણ કે મેટા પુરૂષ પણ ધર્મક્રિયાના કાળે પિતાને બુદ્ધિધ્યાપાર ચલાવતા નથી, ધર્મકાર્યાવસરે તે સરલતા જ રહે છે સરલતાથી જ તે કાર્યમાં પ્રવૃત્ત થાય છે, તેથી ધર્મરૂપી દંભના બળથી જ તેને છેતરી શકીશ, પ્રથમ પણ ધર્મના બહાનાથી ઘણા માણસે ઠગાયા સંભબાય છે. તેથી હું પણ ધર્મશાસ્ત્રને અભ્યાસ કરીને તેને છેતરીશ.” આ પ્રમાણે વિચાર કરીને તે ગણિક કઈ સાધ્વીની પાસે જઈ તેને વંદના કરીને તેની પાસે ધર્મોપદેશ સાંભળવા લાગી અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવા લાગી. તે ગણિકા બહુ વિચક્ષણ