Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 208 ધન્યકુમાર ચરિત્ર. અનુમોદને તે ળક વિશુચિકાના વ્યાધિવડે તે રાત્રિમાં જ મૃત્યુ 7 પામે અને મૃત્યુ પામીને શ્રેણિક મહારાજની રાજધાની - 'જગૃહીમાં દાનપુણ્યની મહિમાવડે સર્વ શ્રેષ્ટિએ મા મુખ્ય અને અનેક ક્રોડ દ્રવ્યના ધણી ગર્ભ શ્રેણીની ભદ્રા નામની ભાર્યાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. ને બાળક જયારે ગર્ભમાં આવ્યું ત્યારે તેની માતાએ સ્વમમાં શાળિનું ક્ષેત્ર ફળેલું જોયું તે વાત તેણીએ શ્રેષ્ઠીને કરી. શ્રેષ્ઠીએ કહ્યું કે-“તમે જે સ્વમ જોયુ તે બહુ ઉત્તમ છે. આ સ્વમના અનુભવથી તમારે પુત્ર કુળના આભૂષણ તુલ્ય થશે અને જ્યારે મને પુત્ર થશે ત્યારે આપણે તેનું શાલિભદ્ર એવું ગુણનિષ્પન્ન નામ પાડશું.” આ પ્રમાણેનું શ્રેણીનું વચન સાંભળીને ભદ્રામાતા હર્ષપૂર્વક ગમનું પ્રતિપાલન કરવા લાગ્યા. ગર્ભને સમય પૂર્ણ થતાં ભદ્રામાતાએ સૂર્યની જેવી કાંતિવાળે પુત્ર પ્રસગે. તે પુત્રના પ્રસવથી અત્યંત આનંદ પામેલા ગભદ્ર શ્રેણીએ બાર દિવસ સુધી મેટ મહત્સવ કર્યો. બારમે દિવસે સ્વજન કુટુંબાદિક સર્વને જમાડ્યા અને વસ્ત્રાભૂપણથી અલત કર્યા પછી સમરત કુટુંબના માણસે અને જ્ઞાતિના સમૂહની સમક્ષ પ્રથમની ધારણા પ્રમાણે પુત્રનું “શાલિભદ્ર” એવું નામ પાડ્યું. ત્યારબાદ પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતે શાલિભદ્રકુમાર અનુક્રમે વૃદ્ધિ પામવા લાગે. એગ્ય ઉમર થતાં તેના કુળને ઉચિત સર્વે કળાઓ તે શીખે. અનુક્રમે યુવતિ સ્ત્રીઓના મનને હરણ કરનાર સુંદર યૌવન વયે તેણે પ્રાપ્ત કર્યું. ગભદ્ર શ્રેણીએ બંધીશ રૂપવાન કન્યાઓ સાથે તેનું લગ્ન કર્યું પછી પૂવે આપેલા મુનિદાનથી બાંધેલો પુણ્યના ઉદયવડે હમેશાં સુખલીલાપૂર્વક આનંદથી કીડાવિલાસ કરતે શાલિભદ્રકુમાર