Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પંચમ પલ્લવ. 215 પત્નીઓ) પણ બહુ આનંદ પામી. ગે ભદ્ર શ્રેષ્ઠીની પુત્રી સુભદ્રા પણ ધન્યકુમારને ગુણેથી અત્યંત રંજીત થઈ સતી તેને પરણવાને ઉત્સુક થઈ ગઈ. ધન્યકુમારને કન્યાદાન આપવામાં આતુર થયેલા ગભદ્ર શ્રેણીના વજન સંબંધીઓ પણ શ્રેષ્ઠીને પ્રેરણા કરવા લાગ્યા. ગભદ્ર શ્રેષ્ઠીએ કોડથી પણ અધિક ધન કન્યાદાનમાં આપીને વિવિધ પ્રકારના મહત્સવો કરી પિતાની સુભદ્રા નામની પુત્રી ધન્યકુમારની સાથે પરણાવી. ધન્યકુમાર પણ ગુણ- પ્રાપ્ત થયેલી તે સુભદ્રાને રામ જાનકીને પરણે તેવી રીતે પરણ્યા અને પિતાને ઘેર લાવ્યા. પ્રભુતા, ઉત્સાહ અને મંત્રીઓ વડે જેવી રીતે રાજા શેભે તેવી રીતે ત્રણે પ્રિયાઓથી પરવારેલેક હતા. પણ અતિશય શોભવા લાગે. એ હવે ગભદ્ર શ્રેષ્ઠી પણ પોતે અખંડિત આબરૂવાળા રહ્યા થી તથા સુભદ્રાને પરણાવવાથી કૃતકૃત્ય થયા એટલે શ્રીમાન - હાવીર પરમાત્મા સમીપે જઇને તેઓએ ચારિત્ર ચિહેણ કર્યું અને સમ્યગ વિધિપૂર્વક તેનું આરાધન કરીને સ્વર્ગમાં ઉત્તમજાતિના મહદ્ધિક દેવ થયાતેમણે જ્ઞાનવડે પુન્યના નિધિરૂપ પૂર્વ ભવના પુત્ર શાલિભદ્રને જે, એટલે પુત્રપ્રેમથી અને શાલિભદ્રના પૂર્વના પુણ્યથી આકર્ષાઈને તેઓ હમેશાં તેને ઘેર બત્રીશ પ્રિયાયુક્ત શાલીભદ્ર માટે તેત્રીશ નિધિતુલ્ય તેત્રીશ પેટીઓ આકાશમાંથી ઉતારવા લાગ્યા. એ દરેક પેટીમાં ત્રણ ત્રણ ખાના પાડેલા હતા. તેમાંનાં પહેલા ખાનામાં મૃગમદ (કસ્તુરી) વિગેરે દૈવી સુગંધી વસ્તુઓ તથા ઉત્તમ જાતિના વિવિધ પ્રકારના વસ્ત્રો મૂકી વામાં આવતા હતા, દ્વિતીય વિભાગમાં મણિ, રત્ન વિગેરેથી શોભાયમાન જુદી જુદી જાતિના ચિત્તને રંજન કરે તેવા ઉત્તમ દૈવી