Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 212 - ધન્યકુમાર ચરિત્ર સૂચવનારાં વચને એવી રીતે બોલવા લાગ્યું કે રાજાની સભા શભાવનારા એવા સર્વ પ્રધાને પણ તેને પ્રત્યુત્તર દેવાને શક્તિવાન્ યા નહિ. સર્વ પ્રધાન અને સમાજને તે ધૂર્તનાં કુયુક્તિ. યુક્ત વચને સાંભળીને દિભૂજ બની ગયા અને એક બીજાના મેઢા સામું જોવા લાગ્યા–કોઈએ કાંઈ ઉત્તર આપે નહિ. તે વખતે બધા સભાસદની આવી અવસ્થા જેઈને શ્રેણિક મહારાજ અભયકુમારને સંભારવા લાગ્યા અને તેની વિરહવ્યથા યાદ કરીને કહેવા લાગ્યા કે—“હે પ્રધાન ! હે સમાજનો ! જો આ અવસરે અધ્યકુમાર હાજર હેત, તે આ કળ સમાવવામાં આટલે વિલંબ ન થાત. જો સૂર્ય પ્રકાશતે હેય તે અંધકારને સમૂહ કેવી રીતે વિકાસ કરી શકે? એક અભયકુમાર વિના મારી આવી મેટી સભા પણ મને હર્ષ કરાવનારી નિવડતી નથી. જેવી રીતે ચંદ્રમા વિના રાત્રી બીલકુલ શોભા ધારણ કરતી નથી, તેમ અભયકુમાર વિના મારી આ સભા શોભા રહિત થઈ ગઈ છે. આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળી એક પુરૂષે કહ્યું—“સ્વામિન ! - નગરમાં એવી પટોષણ કરો કે–આ નગરમાં એ કોઈ બુદ્ધિમાન છે કે જે ગંભદ્ર શ્રેણીની બાબતમાં સત્યાસને * નિર્ણય કરી આપીને બધું કાર્ય સરલ કરી આપે, જે હોય તે તેણે પ્રગટ રીતે બહાર આવવું. તેની સૂચના પ્રમાણે રાજાને વિચાર થવાથી અને ગભદ્ર શ્રેષ્ઠીને પણ તે જ પ્રમાણે અભિપ્રાય થવાથી આખી રાજગૃહી નગરીમાં ત્રિપથે ચતુષ્પથમાં સર્વત્ર એ પડહ વગડાવ્યું કે “જે કોઈ બુદ્ધિશાળી પુરૂષ આ કપટી માણસને તેના ઉપયુક્ત પ્રશ્નોને ઉત્તર આપીને તેને નિરૂત્તર કરશે અને ગભદ્ર શ્રેણીની ચિંતા મેટાડશે તેને ગંભદ્ર શ્રેષ્ઠી બહુ A દ્ધિ સહિત પિતાની પુત્ર પસ્થાવશે અને રાજા પણ તેને બહુ