Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 198 ધન્યકુમાર ચરિત્ર. રોગ્ય અવસરે અભયકુમાર પરિવારને સાથે લઈને ભજન 'માટે તેને ઘેર આવ્યા. તે વખતે તે ભિનીએ અતિ આદરભાવ દેખાડ્યો. મંત્રી પણ તેણે આપેલા આસન ઉપર બેઠા અને સાથે આવેલા સેવકે બહારના દરવાજા ઉપર બેઠા. થોડા વખત સુધી ધર્મમાર્ગને અનુસરતી ગોષ્ટી કરીને પછી તેમને તેલના મદન> પૂર્વક સેનાન કરાવી ભોજન માટે બેસાડ્યો. વિવિધ ભક્તિવડે " અનેક પ્રકારની સામગ્રીવાળી રસવતી પીરસવામાં આવી, અને ધર્મમાગને અનુસરનારી ક૯ય અને અકથ્ય વસ્તુઓની વાત- ચિત તે વેશ્યાએ ભજનાવસરે એવી કરી કે જેથી દંભને અંશ પણ અભયકુમારની કલ્પનામાં આવ્યું નહિ. ભજનના અંતમાં (દહીંને મળતા સ્વરૂપવાળી ચંદ્રહાસ મદિરા તેણે તેને પાઈ દીધી. ભેજનકાર્ય સંપૂર્ણ થયા પછી અભયકુમારને સુંદર આસન ઉપર બેસાડ્યા અને તાંબુલાદિક તેમની પાસે ધર્યા. પછી તે દંભિની વેશ્યાએ શિષ્ટાચારની અનેક યુક્તિપૂર્વક વાત શરૂ કરી, તેટલામાં તે ચંદ્રહાસ મદિરાના પ્રભાવથી અજ્યકુમારને નિદ્રા આવવા માંડી. પ્રાંતે મદિરાના બળથી તેને મૂછ આવી ગઇ. આમ થતાં તુરતજ પ્રથમથી ગોઠવણ કરી રાખ્યા પ્રમાણે તેને એક રથમાં સુવાક્ય, વેશ્યા પણ તેજ રથ ઉપર ચઢી ગઈ અને રથને ઉ_જયિનીના ભાગે તાકીદે ચલાવ્યું. પ્રથમથી ગોઠવણ કરી કે રાખ્યા પ્રમાણે થાને રૃથાને જુદા જુદા તૈયાર રાખેલ રથમાં બેસવાવડ થોડા દિવસમાં જ તેઓ ઉજજયિની પહોંચી ગયા. મૂછિત અભયકુમારના હાથ પગ તેણીએ પ્રથમથી જ મજબુત બાંધી રાખ્યા હતા, તે જ સ્થિતિમાં ચંડમોત નૃપ પાસે અભયકુમારને તેણે રજુ કર્યો.