Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પંચમ પલવ. 203 કળાથી જેવી હતી તેની પાસે આવે કે તરત તેની પછવાડે જઈ પ્રહાર કરીને હાથીને ચક્રની માફક ફેરવવા લાગ્યા. આ પ્રમાણે હાથીને વશ કરવાની કળામાં કુશળ એવા ધન્યકુમારે હાથીને બહુ પ્રકારે ભમાવીને અતિ શ્રમિત કરી નાખેદ પમાડ્યો. હાથી પણ ચારે તરફ ભટકતાં અને દોડતાં અતિ શ્રમ લાગવાથી તદ્દન મદ રહિત થઈ ગયે. જ્યારે હાથીને જ્ઞાન અંગવાળો, ખેદિત અને નિર્મદ થયેલે જાયે, ત્યારે વાંદરાની જેમ પૂછડું પકડીને હાથીની પીઠ ઉપર ધન્યકુમારે ચઢી બેડા; પછી પિતાના પાદઘાટવડે તેના મર્મસ્થાનમાં પ્રહાર કરીને અને અંકુશવડે તેને સીધો કરી દઈને આકુળવ્યાકુળ થયેલા તે હસ્તીને આલાનતંભ પાસે લઇ જઇને બાંધી દીધે. મગધાધિ શ્રેણિક નૃપતિ પણ તેની હરતીદમનન અતિ ઉત્તમ કળા જોઇને હૃદયમાં બહુ રંજીત થયા અને ધન્યકુમારની પ્રશંસા કરીને બહુમાનપૂર્વક માટે મહત્યા કરીને તેણે આપેલ વચનનુસાર પિતાની સમશ્રી નામની અતિ રૂપવતી કે તેને પરણાવી અને એક હજાર (ગામો આપ્યા બીજી પણ સુવર્ણ, મણિ, ખેતી વિગેરે ઘણી અમૂલ્ય વસ્તુઓ હસ્તમેળાપક વખતે આ પીને શ્રેણિક રાજાએ પિતાના વચનને સંપૂર્ણ રીતે પાળ્યું. જેવી રીતે નવા વરસાદના વરસવાથી પર્વતમાંથી ઉત્પન્ન થતી નદી વૃદ્ધિ પામે છે, પાણીથી ભરાય છે અને સંપૂર્ણ થઈ સતી બે કાંઠામાં ઉભરાઈ જાય છે તેવી જ રીતે શુષ્ક વન પલ્લવિત થવાથી ઉદિત થયેલી ધન્યકુમારની કીર્તિરૂપી વેલડી હસ્તીને ભયનિવારવાથી આખા રાજગૃહી નગરીરૂપી મંડપમાં વિસ્તારને પામી ગઈ.