Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પંચમ પલ્લવ. 201 ળને લીધે પર્વત જેવડા થયેલા ધાન્યન ગેલાઓને ચારે તરફ આકાશમાં ઉછાળતો, અતિ ક્રોધી દ્રષ્ટિથી આબાળવૃદ્ધ સર્વને યમની માફક મૃત્યુ પમાડતે અને અતિ ક્રૂર આકૃતિવાળે થયે સતે આખી રાજગૃહી નગરીમાં સાક્ષાત પ્રલયકાળની માફક ભમવા લાગ્યું. રાજાની આજ્ઞાથી ઉપાયે કરવામાં અતિ કુશળ એવા ઘણા મંત્રીઓ તથા સુભટ વિગેરેએ તેને બાંધવા માટે ધણા ઘણા ઉપાયે કર્યા, પણ ક્ષયના રોગમાં જેમ મહાકુશળ વૈઘના કરેલા સર્વે ઉપાયે નિષ્ફળ જાય તેમ તેમણે કરેલા સર્વે પ્રયત્ન નિષ્ફળ ગયા. આવી રીતે કોઇનાથી હાથીને બાંધી શકાછે નહિ, ત્યારે બુદ્ધિવાળા પણ શ્રેણિકહારાજા સમસ્ત બુદ્ધિરૂપી લક્ષ્મીના નિધાન એવા અવંતીમાં રહેલા અભયકુમાર મંત્રીધરને સંભારવા લાગ્યા અને અતિ દીન થઈ જઈને વિચારવા લાગ્યા કે–ખરેખર, આ અવસરે જે અભયકુમાર હાજર હોત, તે આ હરતીને એક ક્ષણમાં વશ કરી લેત. લેકમાં કહેવત છે કે–એકડા વિનાના મીંડા નકામા છે. તે ખરેખર સત્ય છે.” આ પ્રમાણે વિચારમૂઢ થઈ જઈને રાજા વિગેરે બેઠેલા છે, તેવામાં કોઈ બેલી ઉડ્યું કે - “મહારાજ ! બહુરત્ના વસુંધરા ' પૃથ્વી ઉપર અનેક રત્ન હોય છે, તેથી મહારાજે આખી નગરીમાં પડહે વગડા-ઉલ્લેષણ કરાવવી, કે જેથી ગુણવતમાં અને સરએ કઈ પુરૂષ આપણું આ કાર્ય કરનાર અવશ્ય નીકળશે.” રાજાએ તે વાત કબુલ કરી અને તરતજ પડયે વગડાવ્યું કે હે લેકે ! હે પ્રજાજને ! રાજાની આજ્ઞા સાંભળે. જે કોઈ માણસ ભલે તે ગમે તેવી સ્થિતિવાળે હશે તે પણ આ મદાંધ થયેલા મસ્તીખોર હસ્તીને ગીપુરૂષ અધ્યાત્મ જ્ઞાનથી મનને