Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પંચમ પલ્લવ 185 ઇ એ રીતે ધન્યકુમાર કુસુમશ્રીને પરણને સુખેથી કાળ નિમાવે છે તેવા વખતમાં એકદા સેળ મેટા રાજાઓને જીતનાર માળવ દેશને રાજા ચંડપ્રોત મગધાધિપ શ્રેણિક મહારાજને જીતવા માટે એક અતિ મોટું અને બળવાન લશ્કર લઈને મગધદેશ તરફ ચાલ્યા. ચર પુરૂષએ તે સમીપ આવતાં તેના આગમનની શ્રેણિક રાજાને ખબર આપી. દૂતે પાસેથી તે હકીકત સાંભળીને ભય પામેલા શ્રેણિક રાજાએ અભયકુમાર તરફ જોયું. તે વખતે સાહસિક શિરોમણિ અભયકુમારે નિર્ભયતા પૂર્વક રાજાને કહ્યું કે-“સ્વામિન ! જયારે સામ, દામ અને ભેદ તે ત્રણ ઉપાયથી અસાધ્ય થાય, ત્યારે જ દંડ ઉપાય કરે, અર્થાત યુદ્ધ કરવું, અન્યથા યુદ્ધ કરવું નહિ. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે - पुष्पैरपि न योद्धव्यं, किं पुनर्निशितैः शरैः / યુદ્ધ વિનય , ધાનપુeyક્ષા | પુષ્પવડે પણ યુદ્ધ કરવું નહિ, તે પછી તીરા એવા બાવડે તે કહેવું જ શું? યુદ્ધમાં વિજયને સંદેહ છે અને તેમાં ઉત્તમ પુરૂષને નાશ થાય છે તે તે ચોકસ છે.' - હવે અહીં ચંડપ્રદ્યોતે આપણા ઉપર ચડાઈ કરી છે, તે સંબંધમાં સામ ઉપાય તે કરવા લાયક નથી, કારણ કે તેથી આપણી પ્રતિષ્ઠા માન, ગર્વ તથા ઉત્સાહને હાનિ પહોંચે બીજે ઉપાય દામ છે, તે પણ કરવા લાયક - કારણ કે દ્રવ્ય આપવાથી સ્વામી સેવક ભાવ પ્રગટ થા . વળી લેકેમાં પણ આ રાજાએ દંડ આપે તેમ બેલાય, તેથી આપણા માનની હાનિ થાય, તેથી ત્રીજે ઉપાય ભેદ તેજ સાધ્ય કરવા લાયક છે. હે સ્વામિન ! જેવી રીતે વધુ ઉત્તમ રસાયણને પ્રવેશ કરે ત્યારે