Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પંચમ પલ્લવ 179 મયુર જાણી ગ્રહણ કરવાની ઇચ્છાથી હાથ લંબાવતા મનુષ્યોના નખ ભાંગવાથી તેઓ વિલખા થઈ જતા હતા અને પિતાના મુગ્ધપણાને માટે શેચ કરતા હતા. આ રાજગૃહી નગરીનું સમસ્ત વર્ણન કરવાને કાઈ ડાહ્યો અને બુદ્ધિમાન મનુષ્ય પણ સમર્થ થઈ શકે તેમ નથી. આ નગરી એવી ઉત્તમ છે કે જેની ત્રણ જગતના નાથે શ્રી વર્ધમાનસ્વામી પણ પિતાના ચરણકમળવડે પૂજા કરતા હતા. વળી જે નગરીમાં ગૃહોની ઉપર બાંધેલી ધજાઓના છેડે બાંધેલી મણિ કિંકિણુનાં નાદવડે તે ગૃહો પણ વિદેશીઓને પૂછતા હતા કે “શું સમસ્ત પૃથિવીતળમાં અમારા જેવી સુંદર નગરી તમે કોઈ જગ્યાએ જોઈ છે? " સર્વ ઉત્તમ નગરીનાં ગુણથી આ રાજગૃહી યુક્ત હેવાથી આ સર્વ કક્ષાએ તેને લાગુ પડી શકતી હતી. એ રાજગૃહી નગરીમાં હરિવંશના અને લંકારરૂપ શ્રી મુનિસુવ્રત સ્વામીના ચાર કલ્યાણક થયેલા છે, તેથી આ નગરીને જે ઉપમા આપીએ તે સર્વ યુક્ત જ છેતેને સર્વ ઉપમાઓ ઘટી શકે તેમ છે. - આ રાજગૃહી નગરીમાં અઢારે વર્ણનું રક્ષણ કરનાર, ન્યાયવંત પુરૂષમાં અગ્રેસર, મુક્તિસંપાનની નિસરણ જે શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. તેની કીતિ અને પ્રતાપવડે ત અને પીત ચંદન તથા કુંકુમવડે જેમ સ્ત્રીઓ શોભે તેમ દિશાઓ શેભતી હતી. તે રજના તીવ્ર ખર્શવડે સમરાંગણમાં છેદાયેલા હસ્તિસમૂહના દાંતિની શ્રેણિથી તે રાજાના યશરૂપી વૃક્ષના અંકુરા શોભતા હતા. તે રાજાએ અભયકુમાર નામના પિતાના પુત્રને જ મંત્રીપદે સ્થાપિત કર્યો હતે, અને મંત્રિપદરૂપી લક્ષ્મીથી તે અભયકુમાર સુવર્ણ ને સુગંધના એકત્ર