Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 146 ધન્યકુમાર ચરિત્ર. કરી જવા પ્રયાસ કરે છે, પણ વનની ફરતી દોરી બાંધી લીધેલી હેવાથી ક્યાંથી જઈ શકે? પછી અમે તે દેડી જતા હરણને ક્યાંતે મારી નાખીએ છીએ અથવા જીવતાજ પકડી લઈએ છીએ.' સુનન્દાએ કહ્યું કે-“તૃણયુક્ત મેઢાંવાળાં બિચારા નિર્દોષ હરણને આટલી બધી મહેનતે પકડવામાં ને મારવામાં શો લાભ?” રાજાએ કહ્યું કે અમારે રાજધર્મ છે. અમારી જમીનમાંથી અમારૂં ઘાસ ખાય છે, પાણી પીવે છે અને તેને કાંઈ કર આપતા નથી. આ અપરાધથી અમે કેટલાક હરણને મારીએ છીએ. એમાં કાંઈ પાપનું કામ કરતાં નથી. લાભ તે દેખીતે જ છે, કેમકે તેથી ચલિત લક્ષ્યને પાડી શકવાને અનુભવ થાય છે. સુનન્દાએ આ વાત સાંભળી એમજ હશે એમ સમજી તે વાત સ્વીકારી. જૈન 'ધર્મના બંધ સિવાય ખરા તત્ત્વનું જ્ઞાન ક્યાંથી જ થાય ? સુનન્દાએ પછી વિનંતિ કરી કે–પ્રાણનાથ! મહા આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી તે ક્રીડા એક્વાર મને દેખાડો.” રાજાએ કહ્યું કે–“ભલે, ફરી જ્યારે શિકાર કરવા જઈશ ત્યારે તને સાથે લઈને જઈશ.' કેટલાક દિવસ ગયા પછી રાજાએ સુનન્દાને કહ્યું કે આવતી કાલે અમે શિકાર માટે જવાને વિચાર રાખીએ છીએ, જોવાની ઇચ્છા હોય તે સાથે આવવા તૈયાર રહેવું. બીજે દિવસે રાષ્ટ્રને સાથે લઈ સૈન્ય સાથે રાજાએ જંગલના ઉંડા ભાગમાં જઈ એક મોટા ઝાડ નીચે ઉભા રહી સેવકોને હુકમ કર્યો કે-ગીત ગાનથી હરણના ટેળાને તમે આ તરફ ખેંચી લાવે. સેવકે પણ ઉપર કહી ગયા તે પ્રમાણેની કળાથી હરણના યુથને ખેંચી લાવ્યા. રાજારાણી ઘોડા ઉપર વારી કરી ત્યાં આગળ ગયા. ત્યાં રાગથી બંધાઈ ગયેલ ચિત્તવાળા, જાણે ચિત્રમાં આળેખેલા હેય તેની