Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 166 ધન્યકુમાર ચરિત્ર. આ હસ્તી ધન્ય છે કે તેણે તિર્યંચ ભવમાં પણ ઉત્તમ ધર્મ અંગીકાર કર્યો છે. હે હસ્તીરાજ ! મારી હસ્તીશાળામાં તમે સુખેથી પધારે–અ !' આ પ્રમાણે સાંભળીને હસ્તી સ્વતઃજ ગામ તરફ ચાલે અને હસ્તીના નિવાસની શાળામાં જઈને સુખેથી ઉભે રહ્યો. રાજાએ પણ જે માર્ગ સાધ્વીજીએ દેખા ડ્યો તે પ્રમાણે હસ્તીની પ્રતિપાલન કરવા માંડી. હસ્તી બે દિવસ સુધી (4) તપ કરે છે, ત્રીજે દિવસે રાજા નિર્દોષ આહારવડે તેને પારણું કરાવે છે વળી ફરીથી તે છઠ્ઠ તપ કરે છે. આ પ્રમાણે જીવિત પર્યત તપધર્મ તથા બ્રહ્મચર્ય ધર્મને આચરીને સકળ શ્રુતના સારરૂપ પંચપરમેષ્ટિ મહામંત્રનું સ્મરણ કરતે હાથી નિવિન્નપણે આયુષ્યને સમાપ્ત કરી સમાધિ યુક્ત મૃત્યુ પામી સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં અઢાર ગરોપમના આયુષ્યવાળો દેવ થયે ત્યાંથી આવી મહાવિદેસ્વભાવવાળા થઈ સિદ્ધિપદને પામશે. સુનન્દા સાથ્વી પણ રાજા વિગેરે બહુ વ્યજીને પ્રતિબંધ પમાડી જિનશાસનની ઉન્નતિ કરીને તેમની પ્રવર્તિની પાસે પાછા આવ્યા. પ્રવતિનીએ પણ સર્વ હકીકત સાંભળીને તેમની બહુ પ્રશંસા કરી; પછી યાવાજીવ સુધી નિરતિચાર ચારિત્ર પાળી, અતિ તીવ્ર કર્મોને ખપાવી, કેવળજ્ઞાન પામીને તે સાધ્વી અક્ષયપદને પ્રાપ્ત થયા. | ઇતિ સુનન્દા રૂપસેન કથા. ઉપરની કથામાં જણાવ્યા પ્રમાણે વિષયે સેવ્યા ન હોય છતાં ઈચ્છા માત્રથી પણ દુર્ગતિઓ વડે ગહન એવા આ સંસારચક્રમાં તે જેને જમાડે છે તે પછી ઈચ્છાપૂર્વક સેવનારની તે કેવી ગતિ થાય? આ સંસારચક્રમાં રઝળતા જેની વિચિત્રતા