Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 164 ધન્યકુમાર ચરિત્ર. સ્પષ્ટ ક્ષપશમવાળે છે અને પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત કરવાને લાયક છો, જિનેશ્વર ભગવાનના ભાગને અનુસરનાર અને માત્ર તેટલી લાયકાત મેળવનાર પણ દુર્ગતિમાં પડવાથી મુક્ત થાય છે, તે પછી શુદ્ધ શ્રદ્ધાવાનનું તે કહેવું જ શું? હવે તું જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં દટતા કરીને તારી શક્તિ અનુસાર તપસ્યા કર. આમ કરવાથી દુર્ગતિમાં પડવાથી તારે વિસ્તાર થશે.” આ પ્રમાણે હસ્તી અને સાધ્વીજી વચ્ચેના પ્રશ્નો અને ઉત્તરે સાંભળી વૃક્ષ ઉપર રહેલા લેકે ચમત્કાર પામ્યા અને બોલવા લાગ્યા–“અહે ! આ સાધ્વીજી તે મહા જ્ઞાનવાનું અને ગુણના ભંડાર જણાય છે. જુઓ : જુઓ! આવા ક્રૂર હાથીને પણ દર્શન માત્રથી જ સેવકની જેમ તેમણે પ્રતિબંધિત કર્યો, અને તે હાથી પણ વિનયપૂર્વક તેમની પાસે ઉભે રહી પ્રશ્ન કરે છે અને ઉત્તરો સાંભળે છે! અતિ ઉગ્ર કે પાયમાન સ્વભાવવાળો છતાં તે શાંત સ્વભાવવાળો થઈ ગયો છે અને તેમની પાસે શાંત થઈને ઉભે રહ્યો છે. આ સાધ્વીજી તે તીર્થરૂપ જણાય છે, પરમ ઉપકારના કરનારા છે, માટે ચાલે ભાઈઓ ! આપણે તેમને નમસ્કાર કરીએ. હવે આપણને હાથીને કોઈ જાતને ભય નથી, સુખે સુખે બધા આવે.” આ પ્રમાણે બોલતાં લેકે બધા વૃક્ષ ઉપરથી નીચે ઉતરીને સાધ્વીજીને પ્રણામ કરી તેમની સ્તુતિ કરતાં પાસે આવીને ઉભા રહ્યા. આસપાસની આ પ્રમાણેની સ્થિતિ જોઈને કીલ્લા ઉપર અને ઘરના માળ વિગેરે ઉપર ઉભેલા લેકે પણ ત્યાં આવ્યા અને થોડા વખતમાં તે ત્યાં હજારે માણસે એકઠા થઈ ગયા. એક બીજાના મુખથી આ વાત સાંભળી કોઈએ રાજાને પણ કહ્યું કે “આજે તે તમારા ગામના સીમાડામાં મેટું આશ્ચર્ય થયું :