Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ચતુર્થ પલ્લવ. 163 નહિ.' મને પણ આ સાધ્વીના અવલંબનથી ભવિષ્યમાં સુખ થશે. તે સિવાય બીજો ઉપાય હું જોતે નથી. હવે જે ઉપાય સૂચવે તેજ મારે સ્વીકારવા ગ્ય છે. મારી જેવા પાપીના દર્શનથી પુણ્યશાળી માણસેના પુણે પણ વિફળ બને છે, જયારે આ સાધ્વીના દર્શન માત્રથી આ લેક તથા પરલેકની સિદ્ધિ થાય છે, તથા પાપીઓને પણ પાપમાંથી ઉદ્ધાર થાય છે. તેથી આ સાધ્વી ખરેખરા ગુણરત્નની ખાણજ છે.” આ પ્રમાણે વિચાર કરી આંસુ સારતે હાથી સાધ્વી પાસે આવી, ફરી ફરી પ્રમ કરી, ભેદક સ્વરે સૂંઢવતી વારંવાર પ્રણામ કરતે. આ પ્રમાણે વિનંતિ કરવા લાગ્યું કે હે ભગવતિ! તમે તે આ ભવસમુદ્ર તરી શકાય તેવા*..........અમેઘ સાધનભૂત ચારિત્રરૂપી નાવમાં ચયા છે, તેથી થોડા કાળમાંજ અવશ્ય ભવસમુદ્રને પાર પામશે, પણ મારી શું ગતિ થશે? અંધને ચક્ષ આપવાની જેમ તમે તમારી શક્તિ વડે મને જાતિસ્મરણ કરાવીને ભવવિપાક દેખાડ્યો, તેજ પ્રથમ તે તમે મારા ઉપર મેટે ઉપકાર કર્યો છે. જાતિમરણ પ્રાપ્ત થતાં મેં મારે પૂર્વ ભવ છે, તે જોઈને તિર્યંચને ભવ વિદતે હોવાથી કોઈ પણ ધર્મ સાધન કરવામાં અસમર્થ એ હું સંસારના ભયથી વ્યાકુળ થયે સતે તમારે શરણે આવેલું છું. હવે જે રીતે મારૂં કલ્યાણ થાય તે રીતે પ્રસાદ કરે. સાધ્વીજીએ જ્ઞાનથી તેને આ પ્રમાણેને આશય જાણીને તેને કહ્યું કે હે રૂપસેન ! તારે જરા પણ ચિંતા કરવી નહિ; કારણ કે તું પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય છે, ઉત્તમ * અહીં સુધી સ્વ. કાપડિયા રતીલાલ ગીરધરલાલનું કરેલું ભાષાંતર છે, ત્યારપછીનું ભાઈ નેમચંદ ગીરધરલાલનું કરેલું છે.