Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ચતુર્થ પવિ. 161 મુનિઓએ તે પ્રમાણે ઉપસર્ગ સહન કર્યાના દાખલા સાંભળવામાં આવ્યા છે. મુનિ તે ઉપસર્ગથી પિતાનું કામ સાધી જાય છે, પણ જે ગામની સીમામાં મુનિને ઉપસર્ગ થાય તે ગામનું કાંઇક અશુભ થાય એ ચિંતા થાય છે.' આમ બેલતાં લેકની દષ્ટિએ તે હાથી ચડ્યો. હાથીએ આર્યાને જોઈ, સામાન્ય મનુષ્ય ધારી પહેલાં તે તેના તરફ તે ધ. પાસે આવતાં જેવી બન્નેની દ્રષ્ટિ મળી કે પાછે તે હાથીને મહ ઉત્પન્ન થયું. ત્યાં ઉભા ઉભા તે ધુણવા તથા આનંદ મેળવવા લાગે. આ જોઈ સાધ્વીએ કહ્યું કે– હે રૂપસેન! બુઝ! બુઝ! મોહથી મૂઢ બની દુઃખ પામ્યા છતાં પણ મારા ઉપરને મેહ શા માટે તજતો નથી ? મારા માટે કલેશ સહન કરતાં સાત સાત ભવ તે ગયા. મારા માટે છ છ ભવ સુધી નિરર્થક મરણ પામી આ સાતમા ભાવમાં ઉત્પન્ન થયેલ છે. હજુ પણ બધા દુઃખનું કારણ પ્રેમબંધન શા માટે તજી દેતા નથી? પ્રથમ રૂપસેન હરે, પછી મારા ગર્ભમાં આવ્યું અને ત્યાંથી મરણ પામીને સપ, કાગ, હંસ, તથા હરણ થઈ છેવટ આ સાતમે ભવે હાથી થયે છે. ભભિવ અનર્થદંડે દંડાઈ હેરાન થયે છે માટે સ્નેહબંધન તેડી નાખી વૈરાગ્યનું સેવન કર.' - સાધ્વીનાં આવાં વચને સાંભળી હાથી ઉહાપોહ કરવા લાગ્યું કે મેં આવી દશા કેઈક ઠેકાણે અનુભવી છે ખરી. આમ વિચારે ઉપર વિચાર કરતાં જ્ઞાનવરણીય કર્મને સપર્શમ થવાથી તેને જાતિમરણજ્ઞાન ઉત્પન્ન થયું. પિતે સંક્ષીપંચેન્દ્રિય હેવાથી સાતે ભવ બરાબર જોઈ શક્યો અને તેથી પિતે અનુભવેલું સુખ દુઃખ સર્વ તેની સ્મૃતિમાં આવી ગયું, એટલે જાણે વજથી