Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ચતુર્થ પલ્લવ. ગામમાં પેસી જતા, કેટલાક બીજું કાંઈ ન મળતા તેની દષ્ટિ ચુકાવી ઝાડ અથવા જાળમાં ભરાઈ જઈ અદશ્ય થતા હતા. તેમ છતાં તેના ઝપાટામાં કેઈ આવી ચડતું તે તેને સુંઢવડે ઉપાડીને તે આકાશમાં ઉછાળો. પછી આયુષ્યબળના પ્રમાણમાં કઈક જીવતા રહેતા અને કોઈક મૃત્યુ પણ પામતા, કોઈકને માથાથી ઉપાડી, જમીન ઉપર પછાડી મારી નાખતે, કઈકને ભળી ગયેલ કપડાની માફક ચીરી નાખતે. આ પ્રમાણે લેકોને હેરાન કરીને તે વનની ગુફામાં પાછો ચાલ્યો જતો. જેને જેને સીમમાં કઈ બહુ જરૂરી પ્રસંગે જવું પડતું તેના હૃદયમાં તેના ભયનું શલ્ય પિતે પાછા ફરે ત્યાં સુધી રહ્યા જ કરતું. તે નગરમાં બધા લેકે હાથીના ભયથી ત્રાસ પામેલા જ રહેતા હતા. એકવાર સુનન્દા સાધ્વીએ જ્ઞાનબળથી જાણ્યું કે કાલે સવારના હાથી ગામની સીમા પાસે આવવાનું છે. એટલે સવારની સર્વ ક્રિયા કરી થંડિલ જવાને ન્હાને એક સાધ્વી સાથે તે ઉપાશ્રયની બહાર નીકળ્યા. તે ગામમાં દરવાજા પાસે આવ્યા એટલામાં ત્રાસ પામેલા, ભયથી કમ્પતા, દોડતા આવતા ત્યાંના રહેવાસીઓ સાથ્વીને બહાર જતા જોઈ કહેવા લાગ્યા કે—માતા આ ! આપ બહાર ન જશો. આજે હાથી ગામની સીમામાં ફરે છે, મનુષ્યને જોઈને તેના તરફ ત્રાપ મારે છે અને હાથે ચઢે છે તેને મારી નાખે છે, માટે આપ પાછા ફરી હાલ ઉપાશ્રય તરફ જાઓ, બહાર જવાને આ ગ્ય સમય નથી.” આવાં તેમનાં વચન સાંભળી સાથે આવેલા સાધ્વીને તેણે કહ્યું કેઅરે આર્યા ! તમે અહિંજ રોકાઈ જાઓ.” તેણીએ કહ્યું કેબહુ સારૂ, પણ આ બધા લેક ભયથી કંપતા પાછા ફરે છે તેવા