Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ચતુર્થ પલ્લવ. 165 છે.” રાજાએ પૂછયું કે શું આશ્ચર્ય થયું છે? આમ પૂછવાથી તે માણસે બધે વૃત્તાંત રાજાને જણાવ્યું અને કહ્યું કેસ્વામિન ! આજથી આપણા ગામમાં હાથીને ભય મટી ગયો છે.” રાજા પણ આશ્ચર્યયુક્ત ચિત્તે આ હકીકત સાંભળી મેટી સેના સહિત સાધ્વીજી પાસે આવ્યા અને તેમને નમસ્કાર કરી પૂછવા લાગે કે– હે ભગવતિ! આ આશ્ચર્ય ઉત્પન્ન કરે તે બનાવ શી રીતે બન્ય; કૃપા કરીને તેનું વૃત્તાંત અમને સવિસ્તર જણ.” આ પ્રમાણે રાજાએ સાધ્વીજીને વિનંતિ કરી, તેથી લેકને ઉપકારક જાણુ સાધ્વીજીએ પૂર્વ ભવના વિષયાસક્તિના વિપાકથી માંડીને હાથીએ કરેલ વિનતિ અને તેમણે તેને જણાવેલ ઉપાય--ત્યાં સુધીનું સર્વ વૃત્તાંત વિસ્તારથી નિવેદન કર્યું. આ અદ્ભુત વૃત્તાંત સાંભળી સર્વે ચમત્કાર પામ્યા, વૈરાગ્ય વાસિત મનવાળા થયા અને ધર્મ પામ્યા. પછી સાધ્વીજીએ રાજાને ઉદ્દેશીને કહ્યું કે–“હે રાજન ! આ સર્વ ગુણથી ભરેલે ભદ્રક જાતિનો ઉત્તમ હસ્તી છે. જેના ઘરમાં આ હસ્તિ રહે તેના ઘરમાં ઋદ્ધિ અને એ બહુ વૃદ્ધિ પામે છે. આ સુંદર લક્ષણવાળો અને ધર્મની રુચિવાળ હસ્તી કયાં મળે છે? તેથી તમારે જ હવે તેની પ્રતિપાલના કરવી. આ હસ્તીની પતિપાલના કરવાથી તમને જીવદયા, ગુણીજનને સંગ, સાધર્મીવાત્સલ્ય અને તપસ્વીની સેવા એ ચાર મહાન લાભ પ્રાપ્ત થશે.' આ પ્રમાણેનું સાધ્વીજીનું કથન સાંભળીને હર્ષ પૂર્વક રાજા બોલ્ય કે–“જે આ હસ્તી મારી હસ્તીશાળામાં હસ્તી બાંધવાના સ્થળે પિતાની મેળે આવે, તે ત્યાં તે ભલે સુખેથી રહે. જો તે એવી રીતે આવશે તે હું તે જીવશે ત્યાં સુધી જે વિધિ સાધ્વીજી બતાવશે તદનુસાર તેને સાચવીશ અને તેની સેવા કરીશ.