Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 168 ધન્યકુમાર ચરિત્ર. ક્રમે કાશી નગરની સમીપે આવ્યું. ત્યાં નગરની નજીકમાં રહેલી ગંગા નદીના કિનારા ઉપર ઉત્તમ સ્થાનકે પિતાના વસ્ત્રાદિ મૂકીને ઉન્હાળાના સખત સૂર્યના તાપથી આખે શરીરે ખેદિત થયેલે તે ખેદ ઉતારવા માટે રેવામાં ગજ ઉતરે તેમ તરંગેથી વ્યાસ એવી ગંગા નદીમાં જળક્રિડા કરવા ઉતર્યો. ગંગા નદીમાં સુખરૂપ સ્નાન કરવાથી તેના શ્રમને નાશ થયે અને કાંઠા ઉપર બેસીને જે પ્રાપ્ત થયું તેને આહાર કરી માખણની જેવી સુકેમળ ગંગા નદીના કિનારા ઉપરની રેતીમાં સંથારો કરીને સાજને સમયે ન માપી શકાય તેવા મહિમાના ભંડાર શ્રીપંચપરમે છ નમરકારરૂપ નવકાર મહામંત્રનું સ્મરણ કરતા તે નિરાંતે બેઠે. - ર આ પ્રમાણે નિર્ભય ચિત્તથી તે ત્યાં બેઠે છે તે સમયે ક્રીડા કરવા માટે બહાર નીકળેલી ગંગા નદીની અધિષ્ઠાત્રી ગંગા નામે દેવી ત્યાં આવી. ચંદ્રના શીતળ કિરણોથી તે સમયે આખી પૃથ્વી ધવલાયમાન થઈ ગઈ હતી. તે સમયે સકળ ગુણના એક નિધાન ( રૂપ ધન્યકુમારનું અનુપમ રૂપ, કાંતિ, સૌભાગ્ય અને અભૂત શરીરાકૃતિ જોઇને અતિ તીવ્ર સ્ત્રીવેદને ઉદય થવાથી તે ગંગાદેવી અતિશય કામાતુર અને ધન્યકુમાર ઉપર રાગવાળી થઈ. કામની અતિ તીવ્રતાથી ગંગાદેવી ચિત્તમાં અતિશય આકુળ વ્યાકુળ થઈ ગઈ, કારણ કે પુરૂષદ કરતાં સ્ત્રીવેદને ઉદય વધારે તીવ્ર હોય છે. કામશાસ્ત્રમાં પણ કહ્યું છે કે–“પુરૂષો કરતાં સ્ત્રીઓને ઈ ગુણ કામ હોય છે, તે નિશ્ચિત હકીકત છે. આ ન નિવારી શકાય એ કામદેવના અસ્ત્રોને જયારે પ્રપાત થાય ત્યારે તેમાં કોણ સ્થિર રહી શકે? જિનેશ્વર ભગવંતના આગમશ્રવણથી જેના કણે વીંધાયા હોય તે સિવાય બીજે તે કઈ પણ