Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 158 ધન્યકુમાર ચરિત્ર પ્રમાણે શ્રતાભ્યાસ કરવા માંડ્યો. સુનન્દાએ શક્તિ પ્રમાણે તપ કરવા માંડ્યો; તે રાજર્ષિ બારવર્ષ સુધી અતિચાર લગાડ્યા વિના સંયમનું આરાધન કરી, ઘાતિકર્મ ખપાવી, કેવળજ્ઞાન પામી છેવટે ગનિષેધ કરી મેક્ષે ગયા. તેના સેવકેમાંથી કેટલાક મેક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા, સ્વર્ગમાંથી નીકળી કેટલાક ફરી મનુષ્ય ભવ પામીને મેક્ષે જશે. સાધ્વી સુનન્દા વૈરાગ્યરંગમાં પોતાનું હૃદય ડુબી ગયેલ હેવાથી ઉત્કટ તપથી અવધિજ્ઞાન પ્રાપ્ત કરી આલ્હાદપૂર્વક નિરતિચારપણે સંયમ વહેવા લાગી. એકવાર પિતાની ગુરૂણી પાસે પિતાની પૂર્વાવસ્થાનું વર્ણન કરીને તેણે કહ્યું કે-તે જીવને મારે માટે સાત ભવ તે થયા, અત્યારે તે વર્ણન ન કરી શકાય તેવા દુ:ખમાં પડેલે છે, માટે જો આપ રજા આપે તે હું ત્યાં જઈ ધ પમાડી દુઃખની ખાણમાંથી તેને ઉદ્ધાર કરૂં. પ્રવતિનીએ કહ્યું કે–“વત્સ ! તું હવે જ્ઞાનકુશળ થઈ છે. જો તને હૃારા શાનથી એમ લાગતું હોય કે હારા ત્યાં જવાથી તેને લાભ થશે તે ત્યાં જઈબંધ આપી તેને ધમ પ્રાપ્ત કરાવકે જેથી તે આરાધક બને.” સુનન્દાએ યુરૂણીની આજ્ઞા મેળવી ચાર સાધ્વી સાથે ત્યાંથી વસવા ગ્ય સ્થાન મેળવી ત્યાં ચોમાસું કર્યું. હમેશાં ભાવિક શ્રાવિકાઓને બેધ પમાડી તે ધર્મની વૃદ્ધિ કરવા લાગ્યા. તે ગામ પાસેના પર્વતના વનની ગુફામાં તે રૂપસેનને જીવ હાથીપણે ઉત્પન્ન થઈને રહેતે હતે. તે જ્યારે ભમતે ભમતે ગામની સીમા પાસે આવતે ત્યારે આસપાસના લેકને હેરાન કરતે, પાછળ દેડતે, કેટલાક લેકે ઝાડે ચડી જતા, કેટલાક નાસીને