Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ચતુર્થ પલ્લવ. 151 થયા હોય છે તેઓ પાપપ્રવૃત્તિનું મનથી પણ ચિંતવન કરતા નથી. કરવાની વાત તે બાજુ ઉપર રહી પણ કુકર્મની વાર્તાથી પણ તેઓ ખેદ પામે છે. આવા માણસેને પણ આગલાં પ્રબળ કર્મો ઉદયમાં આવતાં ન સમજી શકાય તે મતિવિપર્યાસ થઈ જાય છે. આવી વાત સાંભળી માણસે તે સાચી માની ન શકવાથી કહેનારને ઉપાલંભ દે છે પરંતુ કર્મના ઉદયથી આપણી બુદ્ધિ આપણને આવા ખરાબ માર્ગે દોરે છે. આ પ્રમાણે કોઈ અમુક જીવે આગલા ભવના કર્મોદયથી કુકર્મ કર્યું પણ તેના પુણ્યના બળથી કોઈના જાણવામાં તે બીન આવી નહિ. આવી વાત ગુરૂચરણના પસાયથી અમારા જાણવામાં આવી, પરંતુ તે જીવ પોતે કરેલ કુકર્મોની વાત સાંભળી કદાચ મનમાં દુભાય અથવા શરમાય અથવા સંબંધીઓ તે વાત સાંભળી તેના ઉપર સ્નેહ છેડી દે, અથવા છેવટ મનમાં દ્વેષ રાખે, અતિ નિકટ સંબંધમાં હોય તે કદાચ તાડના પણ કરે અને તે દુ:ખથી પીડાઈ તે જીવ શત્રુની માફક દેશી બની નાહક કર્મો બાંધે, વધારે નહિ તે છેવટ સંબંધ તે તેડી જ નાખે–તેમ લાગવાથી તે વાત ન કરવી તેજ શ્રેયકર લાગે છે.' મુનિએ કહેલી સર્વ વાત સાંભળી સુનન્દા બેલી કે ભગવન ! આપેજ હમણાં ઉપદેશ કરતાં કહ્યું કે આ બધી કરણી આગલા કર્મ ઉદય આવવાથી જ કરે છે, માટે સમજુ માણસે તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ, પરંતુ કરેલ પાપને પશ્ચાત્તાપ કર કે જેથી પાપની વૃદ્ધિ બીલકુલ ન થાય તમારા વચનથી આટલું જાણ્યા પછી આ૫ ખુશીથી કર્મોદયથી ઉત્પન્ન થયેલ બીના સંબંધી અમને કહો.” સાધુએ પૂછયું કે- તેમાં કોઈ તમારેજ લગતું હોય તે તે સાંભળીને તમે નાખુશ તે નહિ થાઓ?