Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 112 ધન્યકુમાર ચરિત્ર. વધારે કીતિ તથા ધન મેળવતા ગયા અને મંત્રી તરીકેની પિતાની ફરજે પણ બજાવતા ગયા. એક દિવસ પોતાના મહેલની અટારીમાં ઉભા ઉભા તે બજારનું ઐશ્વર્ય નિહાળતા હતા, તેવામાં અમાસના ચંદ્રની માફક દુર્દવથી હણાયેલા, ધનહીન, દીન દશાએ પહોંચેલા તથા ભૂખ તરસથી હેરાન થયેલી કુટુંબ સાથે પિતાના પિતાને ત્યાં ભમતાં 2 તેણે જોયા. તેમને જોઈ આશ્ચર્ય પામી તેણે વિચાર્યું ક–ખરેખર ! 'કર્મની ગતિ વિચિત્ર છે. કારણકે કરેડો સુવર્ણ યુક્ત ઘર છોડીને હજુ તે ચેડા સમય અગાઉજ હું અહિં આવ્યો છું, તે સર્વ દ્રવ્ય આટલા દિવસમાં કઈ રીતે નાશ પામ્યું છે જેથી આવી દશાએ પહોંચેલા મહારા કુટુંબને હું પ્રત્યેક્ષ જેઉં છું? કર્મથી કઈ છુટી શકતું નથી એ ચેકસ લાગે છે. કહ્યું છે કે - अघटितघटानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते / विधिरेव तानि घटयति, यानि पुमान् नैव चिन्तयति / / ( “ન ધારેલ, ન વિચારેલ વાતે વિધિ બનાવે છે, અને સારી રીતે ગોઠવી રાખેલ બાજીને છિન્નભિન્ન કરી નાખે છે. આ સર્વ નસીબના જ ખેલે છે. મનુષ્યનો વિચાર તેમાં કાંઈ જ કામ લાગત નથી. કેમકે વિધિ એવું કરે છે, કે જે મનુષ્યના ચિંતવનમાં પણ આવી શકતું નથી.” ( આ પ્રમાણે વિચારી પોતાના કુટુંબને આદરપૂર્વક ઘરે લાવી પિતા તથા ભાઈઓને નમસ્કાર કરી સ્નાનની, વસૂની તથા ખાવાની સર્વ સગવડ કરી આપી. એગ્ય સમય મળતાં તેણે પૂછયું કે–પિતાજીધન, કીતિ તથા આરોગ્ય યુક્ત આપની આવી દશા કેવી રીતે થઇ? તે મને કહો. ધનસારે કહ્યું કે–“વત્સ !