Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 120 ધન્યકુમાર ચરિત્ર. આસક્ત ભમરાની માફક હેરાન થાય છે. અને સ્પર્શેન્દ્રિયને આસક્ત મનુષ્યની સ્થિતિ વિષે તે કહેવું જ શું? તેમજ પ્રિયમેલક તીર્થની માફક જ્યાં પાંચે વિષયે એકત્ર થાય ત્યાં તે જીવ અને ઘર પાપ કરવાને તત્પર થાય છે. પરસ્ત્રીમાં આસક્ત છે અતિ તીવ્રપણે અઢારે પાપસ્થાનકનું આચરણ કરે છે અને તેથી આલેકમાં રાજ્ય, પૈસે, યશ, ભેગ તથા આયુષ્ય હારી જાય છે અને પરભવમાં અનન્ત કાળ સુધી નરક તથા નિગોદમાં બ્રભદત્ત ચક્રવર્તીની માફક પરિભ્રમણ કરે છે. આમાં એક આશ્ચર્યજનક બાબત તે એ છે કે “જે છે જે વિષ બહુજ આસક્તિથી સેવે છે તેજ વિષે અન્ય અન્ય શરીરમાં બીજા ભવમાં બીજ પરંપરાએ વૃદ્ધિ પામીને દશ ગણા, સે ગણા હજાર ગણા, લાખ ગણા, કરડ ગણા કે તેથી પણ વધારે ગણા પ્રતિકૂળ, સહન થઈ ન શકે તેવા, વર્ણવી અથવા કલ્પી પણ ન શકાય તેવાં દુઃખે દે છે. આ દુઃખનો ખ્યાલ કેવળી સિવાય બીજા કેઈને આવી શકતજ નથી. કેઈથી તેનું વર્ણન થઈ શકે તેમ નથી. આવા વિષય સંબંધી જ્ઞાન છતાં કેટલાંએક માણસે તેની પાછળ દોડાદોડી કરી નાહક કલેશ પામે છે, તે મળતાં બહુ રાજી થાય છે અને ન મળે તે ચિંતામણિથી પણ અધિક મૂલ્યવાળે મનુષ્ય ભવ નિષ્ફળ . ગયો માને છે. નિર્દય કામરૂપ ચંડાળ પંડિતને પણ પીડા કરે છે, તે પછી અજ્ઞાનીને પડે તેમાં તે નવાઇજ શી? કારણ કે તેઓ તે વિષને સેવવામાંજ આસક્ત હોય છે. વિષયોને ગુલામ થયેલ મનુષ્ય ભવેની અરઘટ્ટઘટિકામાં પડે તેમાં નવાઈ પણ શી ? કારણ કે– કરે તેવું પામે” એ જગતને નિયમ છે. પરંતુ નવાઈ જેવું તે એ છે કે વિષયે ઉપભેગા કર્યા સિવાય