Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 124 ધન્યકુમાર ચરિત્ર, અમૂલ્ય મનુષ્ય ભવને પણ હરાવી નાખનાર મદિરાપાન કરવામાં પણ પુરૂષજ મેખરે હોય છે; જાતિ, કુળ અને ધર્મની મર્યાદા નહીં ગણીને અનેક જાથી ભ્રષ્ટ થયેલી વિસ્થાને ઘરે જવામાં પુરૂષોજ પ્રધાન હોય છે. વળી વિનય વિગેરે ગુણોથી વિભૂષિત, પુત્રાથી ઘરની શોભામાં વૃદ્ધિ કરનાર, રૂપ યૌવન યુક્ત, પતિવ્રતમાં પરાયણ પિતાની સ્ત્રીને છોડીને, રાજ્યમય, ધમ ભય, આભવ પરભવ હારી જવાને ભય વિગેરે ભયે ઉત્પન્ન કરનાર પરસ્ત્રીને પુરૂષો જ સેવે છે. પ્રાણને નાશ કરનાર, દુર્ગતિમાં પાડનાર અને બધાને અનિષ્ટ એવા ઘર ગામવિગેરે લુંટવા તથા ચોરી કરવી વિગેરે કામે પણ પુરૂષ જ કરે છે. વળી પુરૂજ નિરપરાધી અને ઘાસ તથા જળ ઉપરજ નિર્વાહ કરનાર વનવાસી પશુઓની ફોગટ હિંસા કરે છે. વળી પરદેશ જઇ, ભારે દુઃખ સહન કરી, પારકી સેવા કરી, ઘણુંજ કરકસરથી પેટનું પૂરું કરી, પ્રાણની પણ પરવા ન કરી, સમુદ્ર ઓળંગી, બહુ કષ્ટ ધન ઉપાર્જન કરી, પિતાના ઘરે જઈ કુટુંબનું પિષણ કરવું, મળવું, વિવાહ કરવા વિગેરે મનેરથી પૂર્ણ મુસાફરોને ભાતભાતના મીઠા મીઠા શબ્દો વડે ગાળી નાખીને તેના ગળાં કરવાનું નિર્દય કામ પણ પુરૂષેથી જ બની શકે છે. વિષયલુબ્ધ પુરૂષ હજારે સ્ત્રીઓ પરણે છે, જ્યારે કુળવતી કન્યા પિતાને કમેં પ્રાપ્ત થયેલ પતિની સેવા કરીને ઘરને નિર્વાહ કરે છે, કદીપણ કુળની મર્યાદા છેડતી નથી. માટે હે સખિ! પુરુષને આધીન સ્ત્રીઓના જીવિતવ્યને ધિક્કાર છે. આ કારણથી હું તે લગ્ન કરીને સંકટમાં પડવા માગતી જ નથી. મેં કોલેજ પિતાજી તથા બાને વાત કરતાં સાંભળ્યા હતાં કે—હવે સુનદાના લગ્ન કરીએ, માટે તું બા પાસે જઈને કહેજે કે-હમણા સુનન્દા પરણશે