Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ f0 ધન્યકુમાર ચરિત્ર. આવા અપરિચિત મનુષ્યના દર્શન માત્રથી કેમ આતુર બની જાય છે? જોયું, “આગળ પાછળ વિચારીને બેલવું' એમ જે મેં કહ્યું હતું તે કેવું સાચું પડ્યું?” સુનન્દા–સખિ! મારૂં કહ્યું ભલે મારા મેઢામાં રહ્યું, હવે કૃપા કરીને દાઝયા ઉપર ડામ ન દે. હવે તે કોઈ પણ ઉપાયે મારો મોરથ પૂર્ણ કરવામાં તારે કુશળતા વાપરવાની છે.” સખી–“વામિનિ ! મારામાં એટલી કુશળતા છે કે તારા મને હમણાં જ પૂરાં કરૂં; પરંતુ પહેલાથી તેં જ પુરૂષોને લાવવાને નિષેધ કરીને મને રથ પૂર્ણ કરવામાં આડખીલી કરી દીધી છે. તે પણ ધીરજ રાખ. પહેલાં તેની સાથે પરિચય કરીને પછી તારે મને રથ પૂર્ણ થાય તેમ કરીશ. પ્રથમ દષ્ટિમિલન તે પ્રેમલતાના બીજ જેવું છે. તેને અરસપરસના દર્શન રૂપ જળથી સિંચતાં તેનાં ફળ જરૂર મળશે. હાલ તે તું તારે આશય જણાવે તેવી એક લીંટી કવિતામાં લખીને મને આપ. તે લઈને ત્યાં જઈ તેના હાથમાં આપીશ. પછી જો તે ચતુર હશે તે તરતજ જવાબ દેશે, અને ચતુર નહીં હોય તે પછી મૂર્ણ સાથે સંગમાં શું લાભ ? શાસ્ત્રમાં કહ્યું છે કે–ભૂખંની સાથે આખી જીંદગી ગાળવી તેના કરતાં સજજનને એક ઘડી માત્રજ મળવું તે પણ વધારે ફાયદાકારક છે.” પછી સુનન્દાએ એક કાગળમાં પિતાને આશય જણાવતી કવિતાની એક લીંટી લખીને સખીને આપી. સખીએ કાંઈક હાનું કાઢી રૂપસેન પાસે જઈ તેને તે ચીઠી આપી. રૂપસેને છાનીમાની તે વાંચી. તેમાં લખ્યું હતું કે– निरर्यकं जन्म गतं नलिन्याः , यया न दृष्टं तुहिनांशुकिंबम् /