Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ચતુર્થ પલ્લવ. 141 થતાં પણ તે પાછો ન ફર્યો તેથી ભાઈ, કાકા વિગેરે સંબંધીઓ તથા નેકરે ચિંતા કરતા તેને શોધવા માટે અહિં તહિં દોડવા લાગ્યા, પણ કેઈ ઠેકાણેથી તેને પત્તો મળે નહિ. એટલે ભાઈ ભાંડુઓ તથા સંબંધીઓ ભારે દુઃખથી પીડાતા તેને શોધવા માટે આખું ગામ અને ઉદ્યાન વિગેરેના ખુણે ખુણ ફરી વળ્યા. પણ રૂપસેનના બીલકુલ સમાચાર મળ્યા નહિ. રૂપસેનના પિતાએ લુહાર પાસે તાળું ઉઘડાવી, શેકથી ભરપૂર દીલે પત્ની, નોકર, ચાકર વિગેરેને ઘરમાં દાખલ કર્યા અને પોતે પુત્રની ચિંતા કરતે રાજદ્વારે ગયે. દીર્ધ નિઃશ્વાસ નાખતા તથા આંસુઓ પાડતે તે રાજાને નમીને ઉભે રહ્યો. રાજાએ તેને આ સ્થિતિમાં જોઈ પૂછયું કે– હે શ્રેષ્ટિ ! તમારે એવું મોટું શું દુઃખ આવી પડ્યું છે? તે શાંતિથી કહે કે જેથી હું તમારું દુઃખ દૂર કરી શકું. તમે તે મારા નગરની શોભા છે તથા મારા હૃદયને અતિ પ્રિય છે. તમારું દુઃખ જોઈને મને પણ બહુ દુઃખ થાવ છે પછી ફાટ ફાટ થતા હદયે શેઠે સર્વ બીના રાજાને કહી સંભળાવી. રાજે પણ તે સાંભળી બહુ દુખી થે. રાજાએ શ્રેષ્ઠીને ધીરજ આપી અને હજારો સેવકોને બોલાવી આખા ગામ, વન, બીજા ગામે, વાવ, કુવા તથા વેશ્યાના ઘરોમાં તપાસ કરાવી. સો સે ગાઉ સુધી ઉંટ વિગેરે ઉપર સ્વરે મેકલીને તપાસ કરાવી, પણ તેઓ જેવા ગયા તેવાજ પાછા ફર્યા. તેના લેશ માત્ર પણ સમાચાર મળ્યા નહિ. રાજા તેથી ભારે વિચારમાં પડ્યો. કર્મની ગતિ વિચિત્ર છે. તેના સમાચાર જ્ઞાની મુનિ સિવાય બીજો કોણ આપી શકે? શ્રેણી નિરાશ થતાં ઘરે પાછા આવ્યું. છ માસ સુધી બહુ બહુ ધન ખરચી તેની તપાસ કરાવી પણ લેશે માત્ર સમાચાર મળ્યા નહિ.