Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 135 ચતુર્થ પલ્લવ. સંકેત સમય પાસે આવતાં સુનન્દાએ પાછલી બારીમાંથી એક મજબુત દેરડાવાળી નીસરણી મૂકાવી. સખી ક્ષણે ક્ષણે રૂપસેન આવ્યું કે નહિ?” તે જોતી સુનન્દાની શયા તથા બારીની વચ્ચે ભમવા લાગી. - આ સમયે તે શહેરમાં મહાલવ નામને એક મેટે જુગારી રહેતું હતું. તે હમેશાં ઘુતમાં જ પોતાને સમય વિતાવતે હતો. એક દિવસ ઇતના રસમાં ને રસમાં એટલું ધન હારી ગયા કે તેને માથે ભારે દેવું થયું. બીજા રમનારાઓ તેને પૈસા માટે મુંઝવવા લાગ્યા. મહાલવે વિચાર કર્યો કે આજ તે બહુ દેવું થઈ ગયું છે, એટલે હવે તે આપવું ક્યાંથી ? પણ વધે નહિ; આજ લાગ બહુ સરસ છે. આજે બાળથી માંડીને વૃદ્ધ પર્યત સર્વે મને હૈત્સવ માટે બહાર જશે, આખા શહેરમાં કોઈ રહેશે નહિ. હું અડધી રાતે ગામમાં પ્રવેશ કરી, કઈ પૈસાદાર માણસના ઘરમાં કે દુકાનમાં દાખલ થઈ બીજી ચાવીઓથી તાળાં ઉઘાડી ધન ચેરી લઈને મારું દેવું પતાવી દઈશે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી.” આમ વિચારી તે ચિર પૈસા માટે રાતના ચૌટા અને શેરીઓમાં ફતે કર્મસંગે તેજ સંકેતરથાન પાસે આવી ચડ્યો. બારીની નીચે નિસરણી વિગેરે સંકેતનાં ચિહે જઇને તે દુષ્ટબુદ્ધિએ વિચાર્યું કે-“કોઈ સ્ત્રીએ કઈ યુવાન પુરૂષ સાથે સંકેત કર્યો હોય તેમ જણાય છે. તે હજુ આ નહિ હેય, માટે ચરમાં મેર એ ન્યાયે હું જ ત્યાં ચડી જાઉં. જોઈએ તે ખરા કે શું થાય છે?' આમ વિચારીને તેણે બારીની નીચે જઈને : નિસરણું આમતેમ હલાવવા માંડી; તેને ચાલતી જેઈ સખી દેવી આવી અને બારીની નીચે જોવા લાગી. ત્યાં પુરૂષને જોઈને તે