Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 122 ધન્યકુમાર ચરિત્ર. રીતે વિનયપૂર્વક પ્રણામ કરી, વારંવાર પ્રાર્થના કરતાં છતાં તે પુરૂષ તેને મારતે અટકે નહિ. આ સર્વ જઈને સુનન્દા પિતાની સખીને કહેવા લાગી કે– “સખિ ! તું આ પુરૂષની કૂરતા તે જો ! આવી રૂપ, યૌવન તથા ગુણયુક્ત સ્ત્રી ઉપર કાંઈક ખોટું આળ ચડાવી તે તેને ચંડાળની માફક મારે છે. જરા દયા પણ આવતી નથી. તેબિચારીને જોઈને મારું હૃદય ફાટી જાય છે, પરંતુ તે પુરૂષને પિતાની પ્રાણપ્રિય સ્ત્રી ઉપર લેશમાત્ર દયા આવતી નથી, માટે જ સ્ત્રીઓએ પુરૂષને આધીન રહેવું એ મેટું દુઃખ છે. પુરૂષ ઘરને નાયક છે એવી લેકેમાં કહેવાતી વાત તદન સાચી નથી, કારણકે પ્રિયા વિના ઘર હૈઈ શકે જ નહિ. સ્ત્રી વિનાને પુરૂષ મુસાફર જે જ કહેવાય છે. ચીજ ઘરને સાચા શણગાર છે. એક પેટ ભરવા જેટલો જ ઉપકાર કરવાથી સ્ત્રી આખી જીંદગી સુધી પુરૂષની આજ્ઞામાં રહે છે. સવારના ઉઠી હમેશાં પાણી ભરવા જાય છે, ઘરને વાળી ઝાડી સાફ રાખે છે, ઘરના ગાય વિગેરે પશુઓના છાણ વિગેરેની ગોઠવણ કરવાનું સર્વ કામ તે કરે છે પછી ઘઉં વિણવા, ખાંડવા, દળવા, દાળ ખાંડવી વિગેરે કામ કરે છે. રાંધવાની કળાથી સુંદર પકવાન્નો બનાવે છે. પતિ વિગેરેને ભેજન કરાવીને ત્યાર પછી જ પોતે ભેજન કરવા બેસે છે. આટલું કર્યા પછી પાછી એઠાં વાસણ ઉટકે છે. તે સિવાય ઘરે આવેલ પશુઓને સત્કાર કરે છે તથા સાસુ નવુંદની ગ્ય વિનય મર્યાદા સાચવે છે. જેની લાજ કાઢે છે. પોતાની મંદમંદ ગતિથી, ધીરૂં બેસવાથી તથા મિત કરવાથી પતિના ઘરની શોભા વધારે છે. ઘરે આવેલ મુનિ મહારાજની ભક્તિ કરીને તથા યોગ્ય આહાર વહેરાવીને પુણ્યમાં વૃદ્ધિ કરે છે. ગરીબ તથા