Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 110 ધન્યકુમાર ચરિત્ર આવેલ નદીના પ્રવાહમાં તણાતું શબ તેણે જોયું. પ્રવાહમાંથી તેને ખેંચી કાઢી કેડેથી રને લઈને શબ તેણે શિયાળગીને આપી દીધું. શુકનને અનુસરવાથી ફાયદેજ થાય છે. પછી સુવાને સ્થળે જઈને બાકીની રાત તેણે દેવગુરૂની સ્તવના કરવામાં પસાર કરી. સવાર થતાં આગળ ચાલી નીકળે. અનુક્રમે ફરતાં ફરતાં સંસારની માફક દુર્ગમ વિંધ્યાદ્રિ ઓળંગી મુનિ જેમ મેક્ષમાં પહોંચે તેમ ધન્યકુમાર ઉજજૈયિની નગરીએ પહોંચ્યું. 2 આ સમયે ઉજજયિનીમાં પ્રત ના રાજા રાજ્ય કરતા હતું. તેના તાબામાં સાળ મેટા સામત રાઓ હતા. તે તરવાર ગ્રહણ કરતા કે તરતજ તેના શત્રુઓ થરથર કંપતા હતા. તે રાજા , બુદ્ધિમાં અભયકુમાર જેવા મંત્રીની પિતાને માથેથી રાજયને - ભાર હલ કરવાની ઇચ્છાએ શોધમાં હતા, તેની પરીક્ષા માટે તેણે ડાંડી ટીપાવીને જાહેર કર્યું હતું કે–જે બુદ્ધિશાળી માણસ સમુદ્ર નામના ગામની બહારના સરોવરની વચ્ચે આવેલ થાંભલાને કિનારે ઉભા ઉભા દેરડાની ગાંઠથી બાંધી દેશે તેને રાજા મંત્રી- પદ આપશે. આ વાત સાંભળીને ઘણા લેકે તે શુભલાને બાંધવાને ઉપાયચિંતવવા લાગ્યા, પરંતુ કેઇની બુદ્ધિચાલી શકી નહિ. 2 આ વાત બની હતી તે સમયે ધન્યકુમાર ત્યાં આવ્યું. તેણે ઉદઘોષણનું નિવારણ કરીને થાંભલાને બાંધવાનું કબુલ કર્યું. (રાજપુરૂષોએ રાજસભામાં પધારવાનું આમંત્રણ કરવાથી નિર્મળ બુદ્ધિવાળા ધન્યકુમારે સેવ સાથે રાજા પાસે જઈને નમસ્કાર કર્યા. રાજાએ પણ તેનું રૂપ તથા તેજ જેઈને વિચાર કર્યો કે– “ચક્કસ આ ઉત્તમ પુરૂષ મારો હુકમ બજાવશે તેમ લાગે છે. મારે કરેલ પ્રયાસ ફળીભૂત થવાનો સંભવ લાગે છે.” આમ વિચારી