Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 116 ધન્યકુમાર ચરિત્ર. Kઅહીં ત્રણે મોટા ભાઈઓ ધન્યકુમારના ગુણોનું વર્ણન સાંભવિનયવાસક વૃક્ષની પેઠે બળતાં (સુકાતાં લેભને વશ થઈ પિતા પાસે આવીને કહેવા લાગ્યા કે પિતાજી ! અમે સર્વ જુદા થવા માગીએ છીએ. આજથી અમે ધન્યકુમારની સાથે રહેવા ઈ ચ્છતા નથી, માટે અમને અમારો ભાગ વહેંચી આપો.' ધનસાર તેમનાં વચન સાંભળીને જરા હસીને કહેવા લાગે કે “પુત્રો ! તમે ધન લેવા નીકળ્યા છે, પરંતુ વિચાર કર્યો કે–ધન્યકુમારને મેં આપ્યું છે શું કે જે લેવાને તમે આટલા આતુર બની ગયા છે ? વળી આપણા ગામમાંથી અતિશય ગરીબ થઈ જવાથી એક પિતડી ભેર નીકળી અને આવ્યાં અને સજજનતાવિવેક, ગૌરવ, કુદરતી પ્રેમ વિગેરે ગુણેથી તમારા દોષે ભૂલી જઇને ધન્યકુમારે ઈચ્છાનુસાર ધન તથા કપડાંઓથી તમારે સત્કાર કર્યો તે બધા દિવસે ભૂલી ગયા ?' પિતાને મુખેથી આવા શબ્દો સાંભળીને સૌજન્યતાના દુશમન તે મેટા છોકરાઓ ઘુવડની માફક કઠેર વચનથી કહેવા લાગ્યા કે પિતાજી ! તમે તે દષ્ટિરાગથી અંધ બની ગયા છે, તેથી તેને કાંઈ પણષ જોઈ શકતા નથી અને તેને ગુણને ભંડારજ સમજો છે. તે જે કાંઈ કરે છે તે બધું તમારા મનથી સારૂં જ જણાય છે, પરંતુ તેના ખરા કતું, તે અમેજ જાણીએ છીએ. નેહથી શૂન્ય ધન્યકુમારે નાસતી વખતે ચિરની માફક બહુ રને લઈ ગયો હતો. અહિં આવીને તે તૈથી રાજયા'ધિકારીઓને લાંચ આપીને મેટી પદવી મેળવી બેઠે છે. લક્ષ્મીથી શું નથી બની શક્યું ? બધા ગુણે સેનાને આશ્રયીને જ રહે છે. લક્ષ્મી હોવાથીજ ક્ષારપણાથી પીવાને અયોગ્ય પાણીવાળા સ'મુદ્રને પણ લેકે રત્નાકર તરીકે સંબંધે છે, બાપુ ! આપ આડાઈ 1 વાસાનું વૃક્ષ.