Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 88 ધન્યકુમાર ચરિત્ર. સેમિલર્ષિએ કરેલી શાસનની ઉન્નતિની વાત સાંભળવા લાગ્યા તેમ તેમ ઝાકળથી હણાયેલ કમળની માફક તેમનું મેટું પડી જવા લાગ્યું. મનમાં ઉઠેલ રેષાગ્નિથી આગમન સમાચાર પણ તેમણે સોમિલ મુનિને પૂછયા નહિ. પ્રભાકર વિગેરે ગચ્છના સારા સારા સાધુએ આ પ્રમાણે રૂદ્રાચાર્યની ઇર્ષ્યા તથા બેપરવાઈજોઈને પિતે ગ્ય છતાં વાજબી પ્રોત્સાહનને અભાવે હોંશ મરી જવાથી પિતાપિતાના ગુણેમાં શિથિળ થવા લાગ્યા. રૂદ્રાચાર્ય ગુણષથી કરેલ પાપથી તથા પાછળથી તે પાપનું પ્રાયશ્ચિત્ત ન કરવાથી ત્યાંથી મરીને દેવજાતિમાં ચાંડાળનું કામ કરનારા કિલિવષ જાતિના દેવમાં ઉત્પન્ન થયા. દેવસભામાં જવાની રજા તે તેમને મળે જ ક્યાંથી ? હલકી જાતિમાં તથા લાંબા આયુષ્યને લીધે અપમાનાદિ પુષ્કળ સહન કરતાં ત્યાંથી ચ્યવીને તે એક બ્રાહ્મણને ઘરે જન્મથી મુંગા પુત્રપણે ઉત્પન્ન થયા. આગલા પાના ઉદયથી રોગથી ભરેલા, દરિદ્રી અને અનેક દુઃખોથી હેરાન થતાં તે ત્યાંથી મરીને પછી ભવના ફેરામાં પડ્યા. અર્થાત અનેક ભવમાં પરિભ્રમણ કર્યું. માટે હે પુત્રો ! આગમે જાણવાવાળા, બધા ધર્મોના અભ્યાસી આચાર્યના ગુણવાળા રૂદ્રાચાર્ય જેવા પણ એક ઇષ્પદોષથી જો આટલું ઘેર દુઃખ પામ્યા તે પછી ધગધગતા અગ્નિના ગોળા જેવા તમારે તે શોઆશરે માટે સમજો ને ગુણના રાગી બનો.” પિતાનાં આ પ્રમાણેનાં હિતવચને સાંભળીને તે ત્રણે ભાઈઓ રાખડીથી ઢાંકેલા અગ્નિની માફક હૃદયમાં ઈર્ષ્યાથી ભરપૂર છતાં બહારથી શાંત હેવાને ડેળ કરતા કેટલાક દિવસ તે મુંગાજ રહ્યા. ધનસાર શ્રેષ્ઠિ પુત્રને પ્રતાપે કરેડોને માલિક .