Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 92 ધન્યકુમાર ચરિત્ર. કેટલી પ્રવીણતા છે તે તે જણાય. તમે હંમેશા તેની પ્રશંસા કરે છે તે પરીક્ષા કરવાને આયેગ્ય અવસર મળી આવે છે, માટે આપ તેનેજ મેકલીને લાભ મેળવે.” પુત્રોનું વચન સ્વીકારીને Sધનસારે ધન્યકુમારને મેકલ્યા. Wપવિત્રતાને ભંડાર ધન્યકુમાર પિતાને હુકમ માથે ચડાવી પરિવાર સહિત સારા શુકનથી ઉત્સાહ પામીને ત્યાં ગયા. બધા વેપારીઓ પોતપોતાના ધંધાને યોગ્ય વસ્તુઓ છુટી પાડી પાડીને લેવા લાગ્યા. પરીક્ષા કરવામાં શ્રેષ્ઠ ધન્યકુમાર સર્વ ચીજો ઉપર 'આંખે ફેરવતા મુંગા મુંગા ઉભા રહ્યા. જયારે પેલા મીઠાથી ભરેલા લટકાઓ વહેંચવાનો વખત આવ્યે, ત્યારે તે લેવા માટે કોઈએ હાથ લંબાવ્યો નહિ. બધા ભેગા થઈને અંદર અંદર પુસપુસ વાતો કરવા લાગ્યા કે આ અજાણે ધન્યકુમાર ઠીક આવી ચડ્યો છે, તેથી તેનેજ આ પકડાવી દ્યો. એ બાળક હેવાથી તેને ઉપયોગી નિરૂપગી ચીજોનું જ્ઞાન નથી. આપણે વચનેની યુક્તિ કરીને બાળકને મેગ્ય વસ્તુ બાળકને જ આપવી. આમ વિચારીને તેમણે ધન્યને કહ્યું કે “ભાઈ ધન્યકુમાર ! તું લધુ વયમાં પહેલીજવાર વેપાર કરવા આવે છે, માટે મંગળ રૂપ આ માટીના લટકા લઈ જા; કારણ કે શરૂઆતમાં થોડી મહેનત આપે તેવી ચીજોમાં થોડું ધનજ રોકવું, પછી રહેતાં રહેતાં તેમાં ઉમેરો કરતાં જવું, એમ કરતાં કરતાં બુદ્ધિ ખીલતી જશે અને બુદ્ધિમાં વિશ્વમ થવાનો સંભવ પણ નહિ રહે. કહું છું કે–નાની શરૂઆત હંમેશા સુખકર્તા નિવડે છે. વળી એનું દ્રવ્ય પણ રાજને થોડું જ આપવું પડશે. લેણા પૈસા લેવામાં રાજા ઉતાવળ કરે છે, અને વસ્તુ તે ગ્ય સમયે વેચાય છે. તેથી