Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ચતુર્થ પલ્લવ. 11 અમાત્યને પૂજવાને ગ્ય બનેલ ધન્યકુમારની રાજસભામાં જાણે બીજો રાજાજ હોય તેવી પ્રશંસા થવા લાગી. 22 કેટલેક સમય વીત્યા બાદ એક દિવસ રાજાને પ્રણામ કરી, સમામાંથી ઉઠી દિવ્ય વસ્ત્ર તથા અલંકારથી સાત ધન્યકુમાર પાંચ પ્રકારના વાજીત્રના નાદ સાથે રાજમાર્ગ ઓળંગી પિતાના ઘર તરફ આવતા હતાતે સમયે ભાતભાતના મણિ મેતીના ગુમણા વિગેરેથી સુશોભિત આસનવાળા વાહનમાં તે બેઠા હતા; 2 જુદા જુદા દેશથી આવેલ ભાટે આગળ ચાલી તેને યશ ગાય નદ્વારા ફેલાવી રહ્યા હતા, ચારે બાજુથી હજારો સામન્ત તથા શિઠીઆઓ તેને વિનયપૂર્વક પ્રણામ કરી રહ્યા હતા, આસપાસ આવતા ગરીબ તથા અપંગ માણસોને તે દાન દેતા હતા, હાથી, ઘેડા તથા સુભટથી પરવરેલા હતા, જુદા જુદા દેશમાં ઉત્પન્ન થયેલા અને રત્નના અલંકારથી સુશોભિત અનાહિત ઘડાઓ આગળ નાચ કરી રહ્યા હતા. આવી રીતે ઠાઠમાઠ સાથે આવતા ધન્યકુમારને તેના ત્રણે ભાઈઓએ પિતપતાની અગાશીમાંથી આશ્ચર્યપૂર્વક દીઠા. આ સમયે લેકે બેલવા લાગ્યા કે “ભાઈઓ ! આગલા જન્મમાં કરેલાં પુણ્યનું ફળ તે જુઓ ! સહુથી નાને છતાં આ “બાળ ધન્યમાર વૃદ્ધોને પણ માન આપવાને યોગ્ય બન્યું છે માટે મેટાઈનું કારણ ઉમર નહિ, પરંતુ તેજજ છે. કહ્યું છે કેતેજસ્વી માણસની ઉંમર જેવાની જરૂર રહેતી નથી. નાને છતાં તેજસ્વી હોય તે તે પ્રશંસાને પાત્ર બને છે. કહ્યું છે કે - 1 જે અશ્વોપર કે બેસે નહીં એવા. (કેતલના)