Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ તૃતીય પલ્લવ. છે કેઈને સાચા રહસ્યની ખબર ન પડે તે પલંગ તેણે તૈયાર કરી, નવી પરણેલ સ્ત્રી હોય તેમ તેની ઉપર તે આસક્ત થઈ ગયો. હવે તેણે કોઇને ઘરે જવાનું બંધ કરી દીધું. પિતાનું ભજન પણ તે ધરેજ કરતે. તે અજ્ઞાની માણસ પેલા ખાટલાને એક ઘડી પણ વિલે મૂકતા, રાતને દિવસ ત્યાં બેસીને તે તેની દીજ કર્યા કરતે લેભી માણસઆસક્તિને લીધે ધનને પિતાના પ્રાણથી પણ વધારે ગણે છે સમજતા નથી કે–સારી રીતે સાચવતાં પણ લક્ષ્મી કોઈની સાથે ગઈ નથી, તેમ જવાની પણ નથી. મૃત્યુ પછી કોઈ વસ્તુ કોઈની સાથે ગઈ છે ખરી ? અભક્ષ્યાદિ ચી ખાઈને શરીરને પુષ્ટ કરવાની ઈચ્છાવાળા મનુષ્યને જોઈને મૃત્યુ હસતાં હસતાં કહે છે કે આ સંસારીની મૂર્ખતા તે જુઓ, પિતાના શરીર માટે આ મૂખ પછાડા મારે છે, પણ નથી જાણતે કે મૃત્યુ પાસે આવતાં શરીરને પિષ્ય હેય વા ન પડ્યું હોય તે સર્વ સરખું જ છે.” અનેક પાપ કરીને મેળવેલ ધન પૃથ્વીમાં દાટવા જનાર માણસને જોઈને પૃથ્વી હસે છે કે–આ બિચારે કેટલે ગમાર છે? મનમાં સમજે છે કે પ્રસંગ આવતાં આ ધન મારે ભેગવવા કામ લાગશે, પરંતુ મૂર્ખ નથી સમજો કે લક્ષ્મી તો ભાગ્યશાળીથી જ ભેગવી શકાય છે. ભવિષ્યના પેટમાં પેસી કોઈ નાથી પણ જણાયું છે ખરું કે લક્ષ્મી ની થશે? કર્મની ગતિ વિચિત્ર છે.” ઉપર પ્રમાણે પૃથ્વીની માફકજ કુલટા સ્ત્રી જારથી થયેલા પુત્રને રમાડતા પતિને જોઈને મનમાં હસે છે કે–આ મૂખ પતિ મનમાં ખુશી થાય છે કે હું મારા પિતાના પુત્રને રમાડું છું, પરંતુ તેને ખબર નથી કે તે કોનાથી પેદા થયે છે. પિતિ નપુંસક જે છતાં જાણે પિતાથી આ પુત્ર ઉત્પન્ન થયે હેય