Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 82 ધન્યકુમાર ચરિત્ર. “ના બળથી તેમજ સત્તા માત્રને બળથી ઉત્પન્ન થતા અવિનંવાદી (સાચી) પ્રત્યભિજ્ઞાને તમારું અનુમાન છેટું પાડે છે. તે એ શબ્દજ પૂર્વે અનુભવેલા સ્વરૂપને સંભારનાર હોવાથી આ ગલા અસ્તિત્વને સાક્ષીભૂત બને છે અને જે લાંબા સમયના અસ્તિત્વને પ્રશ્ન જ રહેતું ન હોય તે પછી “આજ તે” એવું જ્ઞાનજ સંભવી શકે નહિ.” આ ઉત્તર સાંભળી ભિદુરવાદીએ કહ્યું કે–આપણા આ વાળ કાપી નાંખ્યા પછી ફરીવાર ઉગે છે અને તે નવા આવેલા વાળમાં “તેજ આ’ એવું જ્ઞાન થાય છે, પરંતુ તે જ્ઞાન જેમ વિસંવાદી છે, તેમજ ફરી વખત દેખાતા સ્થંભ, કુંભ, કમળ, સભા, રાજા અને ભવન આદિમાં “તેજ આ એવું જે જ્ઞાન થાય છે તે અન્યથા સિદ્ધ છે, પરંતુ આગલા અસ્તિત્વનું સાક્ષીભૂત નથી.” ( આ પ્રમાણેને તેને ઉત્તર નહિ પણ ઉત્તરાભાસ સાંભળી બધુદત્ત મુનિએ કહ્યું કે-“હે પ્રતિવાદીરાજ ! જેમ પ્રત્યક્ષ દિઠેલ પાણી મૃગજળમાં મિથ્યા હોય છે તેમ પ્રત્યક્ષ દષ્ટિગોચર થતાં ઘટપટાદિ પણ શામાટે મિથ્યા નથી કહેવાતા ? આ પ્રમા ના તમારા ન્યાયથી તે પ્રત્યક્ષ દેખાતા સર્વ પદાર્થોમાં અપ્રમાણપણાને પ્રસંગ પ્રાપ્ત થશે અને તેથી તમારા અનુમાનમાં પણ પ્રમાણપણું ઘટી શકશે નહિ, કારણ કે–તે અનુમાન પણ પ્રત્યક્ષ પૂર્વજ થાય છે અને તમારા કહેવા પ્રમાણે તે જે પ્રત્યક્ષ તે સર્વ અસત્ છે; વળી તમારા કહેવા પ્રમાણે સર્વ વસ્તુને ક્ષણમાં નાશ પામનારી માનીએ તે પછી માને મારી નાખનાર મનુષ્ય પણ માતૃધાતી ન ગણાય, કારણકે જેનાથી તેને જન્મ એ હતું તે તે ક્ષણિક હેવાથી તેને તે ક્ષણમાં જ નાશ થઇ